For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાનો વિજય : ભારતના આઇટી આઉટસોર્સિંગ જગતમાં નાખુશી?

|
Google Oneindia Gujarati News

it-outsourcing
બેંગલોર, 7 નવેમ્બર : યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ)માં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં બરાક ઓબામા ફરી એકવાર વિજયી બન્યા છે. વિશ્વભરમાં તેમની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, પણ વિશ્વનો આઇટી આઉટસોર્સિંગ ઉદ્યોગ તેમની જીતથી નાખુશ છે. કારણ કે ઓબામા આઉટસોર્સિંગના વિરોધી છે.

ભારતની આઇટી કંપની આઇગેટના સીઇઓ ફણિશ મૂર્તિનું કહેવું છે કે "યુએસના રાષ્ટ્રપતિ પદે ફરીથી ચૂંટાઇ આવેલા બરાક ઓબામા આઇટી આઉટસોર્સિંગ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર નથી. ભારત માટે આ નિરાશાની બાબત છે. આમ છતાં, આપણે એ સમજવાની જરૂર છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કહેવામાં આવેલી બાબતોનો કેટલો અમલ વર્ષ 2013માં કરવામાં આવશે. આ અમલીકરણની સંપૂર્ણ અસર આપણા ઉપર કેવી પડશે."

તેમણે વધુમાં જણાવ્યું કે "અમેરિકામાં જેવી રીતે ખાધ અને નોકરીઓની ઘટતી જતી તકોની ચિંતા છે એવી જ ચિંતા અમારા મનમાં પણ છે. અર્થતંત્રમાં ટકી રહેવા માટે નિષ્ક્રિયતાને ખંખેરવી ખૂબ જરૂરી છે."

ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટીના પ્રતિસ્પર્ધી મિટ રોમનીને હરાવીને મંગળવારે બરાક ઓબામાએ સતત બીજી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત મેળવી હતી.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન બરાક ઓબામાએ બારત જેવા દેશોમાં આઇટી આઉટસોર્સિંગનો વિરોધ કર્યો હતો અને સ્થાનિક સ્તરે જ રોજગાર ઉભો કરવાની વાત કરી હતી. ભારતના આઇટી ઉદ્યોગની 80 ટકા આવક યુએસ અને યુરોપના દેશોમાંથી આવે છે.

English summary
Obama wins;IT outsourcing world unhappy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X