OBC બેંક કૌંભાડમાં પંજાબના CMના જમાઇનું નામ બહાર આવ્યું
ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ સાથે પણ છેતરપીંડીના મામલામાં યુપીની સિંભાવલી સુગર લિમિટેડ કંપની પર સીબીઆઇએ 97.85 કરોડ રૂપિયાની છેતરપીજીનો મામલો દાખલ કર્યો છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્ર સિંહના
પંજાબ નેશનલ બેંક સાથે 11,400 કરોડનું કૌભાંડ થયા પછી ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ સાથે પણ છેતરપીંડીનો મામલો બહાર આવ્યો છે. જેના કારણે યુપીની સિંભાવલી સુગર લિમિટેડ કંપની પર સીબીઆઇએ 97.85 કરોડ રૂપિયાની છેતરપીજીનો મામલો દાખલ કર્યો છે. જો કે હવે આ મામલે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્ર સિંહના જમાઇ સમેત 13 લોકો પણ કેસ દાખલ થયો છે. ઓરિએન્ટલ બેંકે આ મામલે 17 નવેમ્બર 2017ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. પણ સીબીઆઇએ આ કેસ 22 ફેબ્રુઆરીના રોજ દાખલ કર્યો છે. તમને જણાવી દઇએ કે સીબીઆઇએ 97.85 કરોડ રૂપિયાની લોન ના ચૂકવવા માટે સિંભાવલી સુગર લિમેટેડના એમડી ગુરમીત સિંહ માન, ડેપ્યુટી એમડી ગુરુપાલ સિંહ અને અન્યની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. એફઆઇઆરમાં અજ્ઞાત બેંક અધિકારીઓના નામ પણ શામેલ છે.

તમને જણાવી દઇએ કે સિંભાવલી સુગર લિમિટેડ પર લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપીંડીનો પણ આરોપ છે. વધુમાં સીબીઆઇએ સિંભાવલી સુગર લિમિટેડ મામલે કેસ નોંધી દિલ્હી સમેત ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. દરોડા પાડ્યા પછી આરોપીઓની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.આ સુગર રિફાઇનરી કંપની ભારતની સૌથી મોટી ખાંડને રિફાઇન કરનાર કંપનીમાંથી એક છે. વળી આ કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ લિસ્ટેડ છે. બેંકે જે ફરિયાદ નોંધાવી છે તે મુજબ કંપનીએ વર્ષ 2011માં રિર્ઝવ બેંક દ્વારા ખેડૂતો માટે અનેક યોજના હેઠળ 97.85 કરોડની લોન આપી હતી. આ લોનથી ખેડૂતોને સહાય આપવાની હતી પણ છેતરપીંડી કરીને આ કંપનીએ આ રકમ ખેડૂતોને આપવાના બદલે પોતાના ઉપર ખર્ચી નાખી છે.












Click it and Unblock the Notifications
