ઓઇલ કંપનીઓએ પ્રીમીયમ પેટ્રોલ - ડીઝલનું ઉત્પાદન બંધ કર્યું

સરકારે પાછલા મહિને બિન બ્રાન્ડેડ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 5.50 રૂપિયા સુધી ઘટાડીને 9.28 રૂપિયા કરી દીધો હતો. જ્યારે બ્રાન્ડેડ પેટ્રોલ પર લેવામાં આવતી એક્સાઇઝ ડ્યુટીમાં કોઇ ઘટાડો કર્યો નથી. આ કારણે એક્સાઇઝ ડ્યુટી 15.96 રૂપિયા પ્રતિ લીટર યથાવત રહી છે.
આનાથી બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી છે. દિલ્હીમાં બ્રાન્ડેડ ડીઝલની કિંમત 43 ટકા વધીને 65.81 રૂપિયા સુધી પહોંચી છે. જ્યારે પ્રીમીયમ પેટ્રોલની કિંમત નવ ટકા વધીને સરેરાશ 77.58 રૂપિયા પ્રતિ લીટર છે.
બીજી તરફ નવી દિલ્હીમાં બિન બ્રાન્ડેડ પેટ્રોલ 67.90 રૂપિયા પ્રતિ લીટર અને બિન બ્રાન્ડેડ ડીઝલ 46.95 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. પ્રીમીયમ પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતે તેના ખરીદદાર નથી આથી ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
