ફરી મોંઘું થયું પેટ્રોલ, જાણો અમદાવાદમાં કેટલી છે કિંમત

એક દિવસના વિરામ બાદ ફરી વધ્યા પેટ્રોલના ભાવ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ખાસ વધારો-ઘટાડો નહોતો થયો પરંતુ આજે ફરી પેટ્રોલના ભાવે આગેકૂચ ચાલુ રાખી છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 6 પૈસાના વધારા સાથે 81.35 રૂપિયાની હાઈએસ્ટ સપાટીએ પહોંચી ગયું છે જ્યારે ડીઝલમાં આજેપણ કોઈ વધઘટ નથી થઈ. ડીઝલ 79.28 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે.

દિલ્હી અને મુંબઈમાં રેકોર્ડતોડ સપાટી

દિલ્હી અને મુંબઈમાં રેકોર્ડતોડ સપાટી

દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ રેકોર્ડતોડ સપાટી પર પહોંચ્યું છે. દિલ્હીની વાત કરીએ તો અહીં પેટ્રોલ 6 પૈસાના વધારા સાથે 82.22 રૂપિયાની સપાટી વટાવી ગયું છે. જ્યારે ડીઝલ 73.87 રૂપિયે મળી રહ્યું છે. જો મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 89.60 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.42 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે.

બુધવારે ન વધ્યા ભાવ

બુધવારે ન વધ્યા ભાવ

મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1 પૈસાનો વધારો થયો હતો. નવી કિંમતો લાગુ થયા બાદ મંગળવારે પેટ્રોલ 81.29 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 79.28 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું હતું. પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતોને કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ખોટું ભારણ વધી રહ્યું છે. બુધવારે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નહોતો થયો. પરંતુ એકવાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા શરૂ થયા.

કોર્ટ સુધી પહોંચ્યો મામલો

કોર્ટ સુધી પહોંચ્યો મામલો

આ દરમિયાન સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન થઈ એક મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. આ અરજી મુખ્ય ન્યાયાધિશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વીકે રાવની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી છે. દિલ્હીની એક ડિઝાયનર પૂજા મહાજને આ અરજી દાખલ કરી છે. અરજીમાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલને આવશ્યક વસ્તુઓ માની પેટ્રોલિયમ ઉત્પાદન માટે યોગ્ય મૂલ્ય નક્કી કરવા નિર્દેશ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

વિપક્ષનું પ્રદર્શન

વિપક્ષનું પ્રદર્શન

વિપક્ષના હુમલા ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાની વિરુદ્ધ કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું, જેમાં તમામ વિપક્ષી દળોએ ભાગ લીધો હતો. બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકાર યૂપીએ 2 તરફ આગળ વધી રહી છે. એમણે કહ્યું કે યૂપીએ 2ની જેમ જ મોદી સરકારમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X