પેટીએમ પેમેન્ટ બેંક વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, જાણો કેમ લગાવાયો 5.49 કરોડનો દંડ?

ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયાએ મની લોન્ડરિંગ માટે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંકમાં રાખવામાં આવેલા બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો.

Paytm

FIU-IND એ કેટલીક સંસ્થાઓ અને તેમના વ્યવસાયોના નેટવર્ક વિશે કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી માહિતી પ્રાપ્ત કર્યા પછી Paytm પેમેન્ટ્સ બેંકની સમીક્ષા શરૂ કરી હતી. આ સંસ્થાઓ ઓનલાઈન જુગારની સુવિધા પૂરી પાડવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી હતી.

નાણા મંત્રાલયે જણાવ્યું કે, આ ગેરકાયદેસર કામગીરીઓમાંથી મેળવેલ ગુનાની આવક Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડના ખાતા દ્વારા વ્યવહાર કરવામાં આવી હતી.

નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયાએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નિયમોના ઉલ્લંઘન બદલ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર 5.49 કરોડનો નાણાકીય દંડ લગાવ્યો છે. FIUએ 15 ફેબ્રુઆરીએ દંડ ફટકારતો આદેશ પસાર કર્યો હતો.

FIU એ આ કાર્યવાહી આરબીઆઈના 31 જાન્યુઆરીના નિર્દેશ બાદ કરી છે, જેમાં Paytm પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરીથી તેના ગ્રાહકોના ખાતામાં નવી થાપણો સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં આ તારીખ લંબાવીને 15 માર્ચ કરવામાં આવી હતી.

બીજી તરફ Paytm પેમેન્ટ્સ બેંકના પ્રવક્તાનું કહેવું છે કે આ દંડ બિઝનેસ સેગમેન્ટના કેસ સાથે સંબંધિત છે જે બે વર્ષ પહેલા બંધ થઈ ગયો હતો. ત્યારબાદ અમે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (માટે અમારી મોનિટરિંગ સિસ્ટમ અને રિપોર્ટિંગ મિકેનિઝમને મજબૂત બનાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X