For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓનલાઈન ઈન્સ્યોરન્સ લેવા પર થઈ શકે છે 75 ટકાની બચત

આપણા વાહન માટે વીમો લેવો ફરજિયાત હોય છે. આ મામટે કેટલીક ઓનલાઈન કંપની સુવિધા આપી રહી છે.

|
Google Oneindia Gujarati News

આપણા વાહન માટે વીમો લેવો ફરજિયાત હોય છે. આ મામટે કેટલીક ઓનલાઈન કંપની સુવિધા આપી રહી છે. માર્કેટમાં કોમ્પિટિશન વધવાની સાથે કેટલીક ઓનલાઈન કંપનીઓ ગ્રાહકોને ઓનલાઈન ઈન્સ્યોરન્સ લેવા પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. પોલિસી બાઝાર વેબસાઈટનો દાવો છે કે જો તમે તેના પરથી કાર ઈન્સ્યોરન્સ લેશો તો 75 ટકાની બચત થઈ શકે છે.

આ પણ વાંચો: સોનાના સિક્કા ખરીદતા પહેલા આટલું રાખો ધ્યાન

કેવી રીતે કરશો બચત ?

કેવી રીતે કરશો બચત ?

પોલિસી બાઝાર પોતાના ગ્રાહકોને કાર ઈન્સ્યોરન્સનો પ્લાન પસંદ કરવાની સાથે સાથે બીજી કંપની સાથે પ્લાન કમ્પેર કરવાની સુવિધા પણ આપે છે. એટલે કે તમે ઈન્સ્યોરન્સ લેતા પહેલા બીજી કંપનીના પ્લાન અને તેની કિંમત ચકાસી શકો છો.

આમ કરવાથી તમને 75 ટકા સુધીની બચત થશે. કારણ કે કંપની પ્રમાણે પ્લાન્સના રેટ બદલાતા રહે છે. અને તમે પોલિસી બઝારનો ઉપયોગ કરી પ્લાન્સ કમ્પેર કરી સસ્તો પ્લાન મેળવી શકો છો.

કેવી રીતે ઘરે બેઠા મેળવશો કાર ઈન્સ્યોરન્સ

કેવી રીતે ઘરે બેઠા મેળવશો કાર ઈન્સ્યોરન્સ

તમને જાણીને ખુશી થશે કે કેટલીક ઓનલાઈન કંપનીઓ ઘરે બેઠા કાર ઈન્સ્યોરન્સ લઈ શકે છે. ઓનલાઈન કંપનીઓના કારણે આપણી પરેશાની પણ ઘટે છે. ઘરે બેઠા બેઠા તમે કેવી રીતે ઈન્સ્યોરન્સ કરાવી શક્શો, તેની માહિતી અમે તમને આપીશું.

આ પ્રક્રિયાને અનુસરો.

આ પ્રક્રિયાને અનુસરો.

દાખલા તરીકે તમે Policybazaar.com પરથી કાર ઈન્સ્યોરન્સ લઈ રહ્યા છો, તો આ સ્ટેપ્સ પ્રમાણે કરો.

1.www.policybazzar.com પર લોગ ઈન કરી, કાર ઈન્સ્યોરન્સ પર ક્લિક કરો.

2. વેબસાઈટ પર તમારો મોબાઈલ નંબર ઈનપુટ કરી નેક્સ્ટ કરો.

3. બાદમાં તમારે તમારી કારનો રજિસ્ટ્રેશન નંબર આપવાનો રહેશે.

4. રજિસ્ટ્રેશન નંબર આપ્યા બાદ વેબસાઈટ પર સિલેક્ટ પ્રિવિયસ ઈન્સ્યોરર લખેલું મળશે. જેમાં નીચે કેટલીક કંપનીના નામ હશે. તમારે કોઈ એક કંપનીનું નામ પસંદ કરવાનું છે જેનો ઈન્સ્યોરન્સ તમે વાપરી રહ્યા છો.

5. બાદમાં તમારે જૂના ઈન્સ્યોરન્સની એક્સપાયરી ડેટ આપવાની રહેશે. જેનાથી વેબસાઈટ સમજી શકે કે તમારો ઈન્સ્યોરન્સ ક્યારથી શરૂ થશે.

ઈન્સ્યોરન્સ લેતી વખતે પુરી જાણકારી આપો

ઈન્સ્યોરન્સ લેતી વખતે પુરી જાણકારી આપો

6. ઈન્સ્યોનરન્સ એક્સપાયરી ડેટ બાદ તમારી પાસે 2 ઓપ્શન આવશે. જેમાં તમને પૂછાશે કે પાછલા ઈન્સ્યોરન્સ દરમિયાન કમે ક્લેમ લીધો છે કે નહીં. તમે અહીં હા કે નામાં જવાબ આપી શકો છો. જો તમે હા કહો છો તો તમે કેટલીવાર ક્લેમ કર્યો છે તે પણ જણાવવું પડશે.

7. બાદમાં તમારે કેટલીક પર્સનલ ડિટેઈલ્સ પણ આપવી પડશે. જેમ કે આખું નામ, ઈ મેઈલ આઈડી, મોબાઈલ નંબર વગેરે.

8. આ તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમારી સ્ક્રીન પર ઈન્સ્યોરન્સ કંપનીના પ્લાન્સ દેખાશે. જેને તમે બીજી કંપની સાથે કમ્પેર કરી કોઈ એક પ્લાન પસંદ કરી શકો છો.

પરંતુ ઈન્સ્યોરન્સ લેતા પહેલા તમે તમારી કારની ડિટેઈલ્સ બરાબર નાખી છે કે નહીં તે સમજી લો. આ માટે તમારી સ્ક્રીનની ડાબી બાજુ જુઓ. અહીં તમને કારની ડિટેઈલ્સ દેખાશે.

English summary
online insurance can save your 75 percent money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X