કૃપિયા યાત્રીઓ ધ્યાન આપે: રેલવે ભાડાં થઇ શકે છે વધારો

અધીર રંજન ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું રેલવેના નુકસાનની ભરપાઇ કરવા માટેનો આ એકમાત્ર વિકલ્પ છે તો તેમને કહ્યું હતું કે રેલવેનું ભાડું વધારવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ રેલવેના ભાડામાં વધારો કર્યો હતો તો તેમને તેમનું પદ છોડવું પડ્યું હતું. ત્રિવેદીએ રેલવે બજેટમાં ભાવવધારાની જાહેરાત કરી હતી ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ તેમની પાસે રાજીનામું માંગી અને તેમની જગ્યાએ મુકુલ રોયને રેલવે મંત્રી બનાવી દિધા હતા.
કેબિનેટમાં ફેરબદલ બાદ પવન બંસલને રેલવે મંત્રી અને અધીર રંજન ચૌધરીને રાજ્યના રેલવે મંત્રી બનાવવામાં આવ્યાં છે. તો બીજી તરફ રેલવેના ભાડાના વધારાને લઇને વિપક્ષ હુમલાના મૂડમાં છે અને તેમનું કહેવું છે કે જો આ વખતે સામાન્ય જનતા પર મોંઘવારીની માર પડશે તો જોરદાર વિરોધ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
