સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો આજનો ભાવ
સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો આજનો ભાવ
Petrol and Diesel Latest rates on 3rd Oct 2021: પેટ્રોલ અને ડીઝલમાં સતત ચોથા દિવસે ભાવ વધારો નોંધાયો છે. રવિવારે ડીઝલના ભાવમાં 29થી 36 પૈસાનો જ્યારે પેટ્રોલના રેટમાં 25થી 33 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. શનિવારે ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર ભાવ વધારો થયો હતો. જણાવી દઈએ કે દરરોજ સવારે 6 વાગ્યે ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે.

10 દિવસમાં 8 વખત પેટ્રોલના ભાવ વધ્યા
ઉલ્લેખનીય છે કે ડીઝલ પાછલા 10 દિવસમાં 8 વખત મોંઘું થયું છે જ્યારે પેટ્રોલના ભાવમાં 5 વખત વધારો થયો છે. દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે, અહીં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી રહી છે.

આ રહ્યા પેટ્રોલના ભાવ
મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે તો કેટલાંક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાના સીમાચિહ્નને ક્રોસ કરવાની તૈયારીમાં છે. અહીં જુઓ તમારા શહેરમાં પેટ્રોલના આજના ભાવ.
- ગાંધીનગરઃ 99.43 રૂપિયા પ્રતિ લીટર
- દિલ્હીઃ 102.39 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 108.43 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતાઃ 103.07 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈઃ 100.01 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદઃ 106.51 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોરઃ 105.95 રૂપિયા પ્રતિ લીટર
- ગુવાહાટીઃ 98.28 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉઃ 99.48 રૂપિયા પ્રતિ લીટર
- ભોપાલઃ 110.88 રૂપિયા પ્રતિ લીટર

આ રહ્યા ડીઝલના ભાવ
- ગાંધીનગરઃ 98.04 રૂપિયા પ્રતિ લીટર
- દિલ્હીઃ 90.77 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 98.48 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતાઃ 93.87 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈઃ 95.31 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદઃ 99.04 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોરઃ 96.34 રૂપિયા પ્રતિ લીટર
- ગુવાહાટીઃ 98.28 રૂપિયા પ્રતિ લીટર
- પટનાઃ 96.40 રૂપિયા પ્રતિ લીટર
- ભોપાલઃ 99.73 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉઃ 91.19 રૂપિયા પ્રતિ લીટર

મોદી સરકાર પર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું
સતત વધી રહેલા ભાવો માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, રેકોર્ડ તોડ મોંઘવારી માટે પેટ્રોલના ભાવ જવાબદાર છે. રેકોર્ડ તોડ પેટ્રોલના ભાવો માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. બધા જ ખોટા રેકોર્ડ તોડવા માટે એક વ્યક્તિ જવાબદાર છે.












Click it and Unblock the Notifications
