પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર બ્રેક, આજે ઘટ્યા રેટ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર બ્રેક, આજે ઘટ્યા રેટ

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી સતત થઈ રહેલા ભાવ વધારા પર આજે આખરે બ્રેક લાગી ગઈ છે. 13મી જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલના રેટમાં ઘટાડો નોંધાયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 0.09 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલમાં 0.05 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 73.09 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 72.26 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં શું છે ભાવ

મુંબઈમાં શું છે ભાવ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 10 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલના ભાવમાં 5 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 81.39 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 72.42 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં શું છે ભાવ

દિલ્હીમાં શું છે ભાવ

દેશની રાજધાની દિલ્હીમાં પણ મુંબઈની જેમ જ આજે પેટ્રોલની કિંમતમાં 10 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલ 5 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 75.80 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.06 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

કોલકાતામાં શું છે ભાવ

કોલકાતામાં શું છે ભાવ

જો કોલકાતાની વાત કરીએ તો કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતમાં 9 પૈસાની રાહત મળી છે જ્યારે ડીઝલની કિંમતમાં 5 પૈસાની રાહત મળી છે. નવી કિંમતો લાગૂ થયા બાદ કોલકાતામાં આજે પેટ્રોલ 78.39 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 71.43 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X