ગુરુવારે પેટ્રોલ થયું સસ્તું, ડીઝલના ભાવ પણ ઘટ્યા

ગુરુવારે પેટ્રોલ થયું સસ્તું, ડીઝલના ભાવ પણ ઘટ્યા

નવી દિલ્હીઃ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 5 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.04 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 69.42 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.25 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ 6 પૈસા પ્રતિ લીટરે ઘટીને 71.95 રૂપિયા પ્રતિ લીટરે આવી ગયું છે જ્યારે ડીઝલ પૈસા પ્રતિ લીટર ઘટીને 65.20 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.

અન્ય શહેરોમાં પેટ્રલની કિંમતો

અન્ય શહેરોમાં પેટ્રલની કિંમતો

કોલકાતામાં એક લીટર પેટ્રોલની કિંમત 74.66 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 67.59 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 77.62 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.36 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 74.75 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.69 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

આ આધારે નક્કી થાય છે કિંમતો

આ આધારે નક્કી થાય છે કિંમતો

વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધાર પર જ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X