Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો શું છે આજનો ભાવ?
સતત પાંચમાં દિવસે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. ગુરુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
નવી દિલ્લીઃ સતત પાંચમાં દિવસે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. ગુરુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે શનિવારે પેટ્રોલ 26-34 પૈસા મોંઘુ થયુ હતુ. જો કે ડીઝલના ભાવ સ્થિર છે. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર થાય છે. પરંતુ હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો આવુ થયુ તો બહુ જલ્દી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થઈ શકે છે.

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે?
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મેથી અત્યાર સુધી 40 વાર પેટ્રોલ અને 38 વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જ્યારે જુલાઈ મહિનામાં અત્યાર સુધી 9 વાર પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ 5 વાર વધ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યુ છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 101.84 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 102.49 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.08 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.25 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.40 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.73 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.71 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.45 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.02 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.09 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.26 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.51 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર

જુલાઈમાં 5 વાર વધ્યા ડીઝલના ભાવ
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મેથી અત્યાર સુધી 40 વાર પેટ્રોલ અને 38 વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જ્યારે જુલાઈ મહિનામાં અત્યાર સુધી 9 વાર પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ 5 વાર વધ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યુ છે.

Click it and Unblock the Notifications