Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત 21માં દિવસે પણ રાહત, જાણો આજનો રેટ

દેશની રાજધાની દિલ્લી સહિત ભારતના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો 100 રૂપિયા પ્રતિ લિટર છે.

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લી સહિત ભારતના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો 100 રૂપિયા પ્રતિ લિટર છે. સરકારી ઈંધણ કંપનીઓએ આજે એટલે કે 7 ઓગસ્ટ માટે વાહન ઈંધણના નવા ભાવ જાહેર કરી દીધા છે. રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત 21માં દિવસે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વાર 18 જુલાઈના રોજ કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. જો કે હજુ પણ પેટ્રોલના ભાવ સેન્ચુરી મારી રહ્યા છે જે સામાન્ય માનવીના ખિસ્સા પર ભારે પડી રહ્યા છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.84 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 102.49 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.08 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.25 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.40 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.73 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.71 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.45 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.02 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.09 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.26 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.51 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X