મધ્ય પ્રદેશમાં ડીઝલ અને સિક્કિમમાં પેટ્રોલ 100ને પાર
મધ્ય પ્રદેશમાં ડીઝલ અને સિક્કિમમાં પેટ્રોલ 100ને પાર
4 જુલાઈએ મધ્ય પ્રદેશમાં ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર કરી ચૂકી છે, જ્યારે સિક્કિમમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. રાજ્યના ફ્યૂઅલ રિટેલર્સ પાસેથી મળેલા ડેટા મુજબ પેટ્રોલમાં 35 પૈસાનો ભાવ વધારો નોંધાયો જ્યારે ડીઝલમાં 18 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. છેલ્લા 2 મહિનામાં પેટ્રોલમાં 34 વખત જ્યારે ડીઝલમાં 33 વખત ભાવ વધારો કરાયો છે, જેને કારણે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ સદી ફટકારી ચૂક્યાં છે.

4 જુલાઈ સુધી પેટ્રોલમાં 34 વખત ભાવ વધારો
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી 4 જુલાઈ સુધી 34 વખત પેટ્રોલમાં અને 33 વખત ડીઝલમાં ભાવ વધારો કરાયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં હળવી રાહત જોવા મળી છે. 135 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે 4 મે બાદથી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 9.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 8.63 રૂપિયા પ્રતિ લીટરે વધારો થઈ ચૂક્યો છે. આજે રાજસ્થાનની રાજધાની જયપુરમાં પેટ્રોલની કિંમત 106.27 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ચૂકી છે.

આજના પેટ્રોલના ભાવ
- દિલ્હીઃ 99.51 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 105.88 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતાઃ 99.45 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈઃ 100.44 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોરઃ 102.84 રૂપિયા પ્રતિ લીટર
- પટનાઃ 101.62 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદઃ 103.41 રૂપિયા પ્રતિ લીટર
- જયપુરઃ 106.27 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉઃ 96.65 રૂપિયા પ્રતિ લીટર

આજના ડીઝલના ભાવ
- દિલ્હીઃ 89.38 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 96.91 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતાઃ 92.27 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈઃ 93.91 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોરઃ 94.72 રૂપિયા પ્રતિ લીટર
- પટનાઃ 94.76 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદઃ 97.40 રૂપિયા પ્રતિ લીટર
- જયપુરઃ 98.47 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉઃ 89.75 રૂપિયા પ્રતિ લીટર












Click it and Unblock the Notifications
