For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: મે મહિનાના અંતિમ દિવસે સામાન્ય જનતાને ઝટકો, ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે જેના કારણે મે મહિનાના અંતિમ દિવસે પણ સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે જેના કારણે મે મહિનાના અંતિમ દિવસે પણ સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે દિલ્લીમાં પેટ્રોલ 29 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 24 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ છે જ્યારે આખા દેશના અલગ અલગ શહેરોમાં પેટ્રોલના ભાવમાં 25-31 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 25-19 પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

17 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ

17 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ

તમને જણાવી દઈએ કે મે મહિના સુધી અત્યાર સુધી 17 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. સતત વધી રહેલા ક્રૂડ ઓઈલના ભાવોના કારણે માત્ર 17 દિવસોમાં પેટ્રોલના રેટ 3.88 રૂપિયા અને ડીઝલ 4.42 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. તમને જણાવી દઈએ કે નવી કિંમતો રોજ સવારે 6 વાગે જારી કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 94.23 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 100.47 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.76 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 94.25 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 97.37 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.25 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.63 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.38 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 85.15 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 92.45 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 89.90 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 87.16 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.70 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 90.27 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 90.42 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 85.54 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

English summary
Petrol and diesel prices again hiked on 31 May, 2021, Check today's fuel rates in your cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X