ચૂંટણી બાદ સતત ચોથા દિવસે વધ્યા Petrol અને Dieselના રેટ

ચૂંટણી બાદ સતત ચોથા દિવસે વધ્યા Petrol અને Dieselના રેટ

Petrol and Diesel Rate Today: આજે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલના રેટ 27 પૈસા પ્રતિ લીટર વધીને 88.34 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે જ્યારે ડીઝલના રેટ 33 પૈસા પ્રતિ લીટર વધીને 87.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યેથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો થયો છે.

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો

  • અમદાવાદમાં આજે પેટ્રોલ 88.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.97 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
  • દિલ્હીમાં આજે પેટ્રોલ 91.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 81.73 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
  • કોલકાતામાં આજે પેટ્રોલ 91.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 84.57 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
  • મુંબઈમાં આજે પેટ્રોલ 97.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.82 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
  • ચેન્નઈમાં આજે પેટ્રોલ 93.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.65 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
કિંમત નક્કી કરવાનો આધાર

કિંમત નક્કી કરવાનો આધાર

વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી થાય છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ ચૂકવો છો તમે

પેટ્રોલમાં કેટલો ટેક્સ ચૂકવો છો તમે

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રમક તમે ચૂકવો છે તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવો છે. આમાં પેટ્રોલપંપ ચલાવતા ડીલર પણ પોતાનું માર્જિન જોડતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X