Fuel Rates: ઈંધણના નવા ભાવ જાહેર, 31 દિવસમાં 8.06 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે પેટ્રોલ, જાણો આજની કિંમત

સતત બે દિવસ ઝટકો આપ્યા બાદ સોમવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે.

નવી દિલ્લીઃ સતત બે દિવસ ઝટકો આપ્યા બાદ સોમવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો નથી. આજે ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે રવિવારે પેટ્રોલની કિંમતોમાં 35 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે.

ક્રૂડનો ભાવ 76.39 ડૉલર પ્રતિ બેરલ

ક્રૂડનો ભાવ 76.39 ડૉલર પ્રતિ બેરલ

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મેથી અત્યાર સુધી 31મી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પણ વધ્યા છે. ક્રૂડનો ભાવ 76.39 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે.

31 દિવસમાં 8.06 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ

31 દિવસમાં 8.06 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ

તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે 4 મે પછી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 8.06 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 8.17 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 98.52 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 104.62 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.55 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 98.36 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 101.75 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.32 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 100.47 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામઃ 96.18 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 94.69 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 94.69 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 88.95 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.48 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.51 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.80 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.73 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.25 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામઃ 89.49 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 88.54 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 89.31 રૂપિયા પ્રતિ લિટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X