Fuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, જાણો આજના રેટ
સતત બે દિવસ ઝટકો આપ્યા બાદ આજે ઈંધણ કંપનીઓએ આજે સામાન્ય જનતાને રાહત આપી છે.
નવી દિલ્લીઃ સતત બે દિવસ ઝટકો આપ્યા બાદ આજે ઈંધણ કંપનીઓએ આજે સામાન્ય જનતાને રાહત આપી છે. મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે અને તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કાલે દિલ્લીમાં પેટ્રોલમાં 28 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 27 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 21 વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ચૂક્યા છે જેમાં 16 વાર એકલા મે મહિનામાં ભાવ વધ્યા છે. સતત વધતા ભાવોના કારણે પેટ્રોલ અત્યાર સુધી 4.71 રૂપિયા અને ડીઝલ 5.17 રૂપિયા મોંઘુ થયુ છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 95.31 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 101.52 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 96.71 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 95.28 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 98.49 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.82 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 92.56 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 101.88 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 103.45 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 86.22 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 93.58 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 90.92 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 89.07 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.32 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 91.41 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 95.81 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 94.79 રૂપિયા પ્રતિ લિટર

ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ મોટુ નિવેદન
ભારતમાં કાલે સૌથી વધુ મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મળી રહ્યુ છે જ્યાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવ 105 રૂપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. સોમવારે મીડિયા સાથે વાત કરીને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે હાલમાં સરકારની આવક ઘણી ઘટી ગઈ છે. આવક ઘટવાના કારણે ખર્ચ વધી ગયો છે. એવામાં હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી ન શકે કારણકે સરકાર પર વધારાનો બોજ પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
