ડીઝલ 50 અને પેટ્રોલ 75 પૈસા પ્રતિ લીટર મોંઘુ, રસોઇ ગેસ સસ્તુ

સાર્વજનિક ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું કે આ વૃદ્ધિમાં સ્થાનીય વેચાણ ટેક્સ અથવા વૈટનો સમાવેશ નથી કરાયો. આ ભાવ વધારો શુક્રવારે મધ્યરાત્રિથી લાગૂ કરાયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા વધારીને 63.99 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે જે હાલમાં 63.09 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ હાલમાં 49.69 રૂપિયાથી વધીને 50.25 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. આ રીતે ઓઇલ કંપનીઓએ સબ્સીડી વગરના રસોઇ ગેસના સિલેન્ડરની કિમત 45 રૂપિયા પ્રતિ સિલેન્ડર ઓછા કરી દીધા છે.
પેટ્રોલના ભાવમાં એક માર્ચ બાદ ત્રણ મહીનામાં પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તેના ભાવ ચાર વાર ઘટાડવામાં આવ્યા હતા. ડીઝલની વાત કરીએ તો તેના ભાવ આ વર્ષે પાંચમી વખત વધ્યા છે. સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓને જાન્યુઆરીમાં દર મહિને ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટર વધારનો નિર્ણય ને સર્વસમ્મતિ આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
