એક દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
એક બાજુ રૂપિયો કમજોર થઈ રહ્યો છે તો બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે એક દિવસની રાહત બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 0.19 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં 0.23 પૈસાનો વધારો થયો છે. નવા ભાવ વધારા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 78.66 રૂપિયે અને ડીઝલ 76.78 રૂપિયે મળી રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડતોડ સપાટીએ પહોંચી ગઈ છે. અહીં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 પૈસાનો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 79.15 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 71.55 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર
આ ઉપરાંત મુંબઈ જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અન્ય મેટ્રો સિટીની સરખામણીએ સૌથી વધુ છ, ત્યાં પ્રતિ લીટર પેટ્રોલ 86.91 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 75.96 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે. જણાવી દઈએ કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. આ પણ વાંચો-તેલંગણામાં વહેલી ચૂંટણી કરાવવા કેમ મથી રહ્યા છે KCR?

કેમ વધી રહી છે કિંમતો?
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે જેની પાછલના મુખ્ય કારણ કમજોર પડી રહેલ રૂપિયો અને વધી રહેલ ક્રૂડની કિંમતો છે. ડૉલરની સરખામણીએ રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પગલે ક્રૂડ કંપનીઓની લાગતમાં વધારો થઈ રહ્યો છે, માર્કેટના નિષ્ણાંતો મુજબ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં હાલ કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. આ પણ વાંચો-રૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલી

સરકારનો જવાબ
સરકારનું કહેવું છે કે ભાવ વધારો થોડા સમય માટે જ છે અને ટૂંક સમયમાં જ તેમાં ઘટાડો જોવા મળશે. જ્યારે બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને પગલે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે અને મોંઘવારી કમર તોડી રહી છે. ઓઈલની કિંમતોને નાથવાના મુદ્દે વિપક્ષ પણ સરકાર પર સતત હુમલા કરી રહ્યો છે. આ પણ વાંચો-રૂપિયો નબળો પડતાં વિદેશમાં રહેતા ભારતીયો ઘરે મોકલી રહ્યા છે વધુ પૈસા