સતત પાંચમા દિવસે સસ્તું થયું પેટ્રોલ, જાણો આજની કિંમત
સતત પાંચમા દિવસે સસ્તું થયું પેટ્રોલ, જાણો આજની કિંમત
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત પાંચ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા તોતિંગ વધેલ પેટ્રોલ-ડીઝલની કિંમતને કારણે નાગરિકો પરેશાન હતા. જો કે હવે ચૂંટણી નજીક હોય પેટ્રોલ-ડીઝલની કિંમતો ફરી ઘટવા લાગી છે. આજે અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 78.44 રૂપિયા અને ડીઝલ 78.30 રૂપિયાએ મળી રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમમાં ઘટાડો જોવા મળ્યો છે. જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 30 પૈસા અને ડીઝલની કિંમતોમાં 27 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 74.92 રૂપિયા પ્રતિ લીટરે થઈ ગઈ છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 30 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 28 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગ થયા બાદ મુંબઈમાં પેટ્રોલના ભાવ 86.91 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલના ભાવમાં 78.54 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે.

રવિવારે પણ ભાવમાં ઘટાડો થયો હતો
અગાઉ રવિવારે પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલની કિંમતો 81.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતો 75.19 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગઈ હતી. જ્યારે મુંબઈમાં રવિવારે પેટ્રોલની કિંમતમાં 25 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ડીઝલમાં પણ 18 પૈસાની રાહત મળી હતી.












Click it and Unblock the Notifications
