પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો યથાવત, જાણો આજના ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો યથાવત, જાણો આજના ભાવ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલ સતત ઘટાડાને પગલે સામાન્ય નાગરિકોને મહદઅંશે રાહત મળી રહી છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 34 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 43 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 71.76 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 72.39 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલમાં 35 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 41 પૈસાનો ઘટડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 74.49 રૂપિયાએ વેંચાઈ રહ્યું છે અને ડીઝલ 69.29 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે ઓક્ટોબરમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 83.73 રૂપિયાની સપાટીએ અને ડીઝલ 75.09 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું હતું.

કોલકાતામાં પેટ્રોલની કિંમત

કોલકાતામાં પેટ્રોલની કિંમત

કોલકાતામાં પણ આજે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને ડીઝલની કિંમતમાં 41 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ કોલકાતામાં પેટ્રોલ 76.47 રૂપિયા પ્રતિ લીટરે અે ડીઝલ 71.14 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. ઓક્ટોબરમાં અહીં પેટ્રોલની કિંમત 85.53 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 76.94 રૂપિયા પ્રતિ લીટરની સપાટી વટાવી ગયું હતું.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

આજે મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત મળી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને ડીઝલની કિંમતમાં 43 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 80.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.56 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ વેંચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે ઓક્ટોબરમાં મુંબઈમાં પેટ્રોલ 91.08 રૂપિયાની હાઈએસ્ટ સપાટી અને ડીઝલ 79.72 રૂપિયાની હાઈએસ્ટ સપાટીએ પહોંચી ગયું હતું.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 37 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 43 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 77.32 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 73.20 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ વેંચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં પેટ્રોલ 87.05 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું હતું, જ્યારે ડીઝલ79.40 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચી ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X