પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઘટાડો, જાણો આજના ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઘટાડો, જાણો આજના ભાવ

અમદાવાદઃ ધરખમ વધારા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે સામાન્ય નાગરિકોને રાહત મળી છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 76.27 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 76.97 રૂપિયે વેચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 79.18 રૂપિયામાં અને ડીઝલ 73.64 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અગાઉ ગુરુવારે પેટ્રોલના ભાવમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 18 પૈસા પ્રતિ લીટર ઘટાડો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટર ઘટાડો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 84.68 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.18 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. એક તરફ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ્યાં રોજ રાહત મળી રહી છે તો બીજી બાજુ ગુરુવારે ઘરેલૂ ગેસની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

પરંતુ એલપીજીએ નાગરિકોની કમર તોડી

પરંતુ એલપીજીએ નાગરિકોની કમર તોડી

સબસિડી વાળા રસોઈ ગેસની કિંમતોમાં ત્રણ રૂપિયા અને સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 14.2 કિલોની સબસિડીયુક્ત એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી 502.40 રૂપિયાના વધારા સાથે 505.34 રૂપિયા પ્રતિ સિલિન્ડર કિંમતો થઈ ગઈ છે. સબસિડી વાળા રસોઈ ગેસ સિલિન્ડર પર જૂન મહિનાથી લઈને અત્યાર સુધીમાં 6 વાર કિંમતો વધી છે. ત્યારથી લઈને અત્યાર સુધી કિંમતોમાં 14.13 રૂપિયાનો વધારો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X