ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ રાહત

ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ રાહત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં પેટ્રોલની કિંમત આજે 20 પૈસા ઘટી છે તો ડીઝલની કિંમતમાં પણ 24 પૈસાનો ઘટાડો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 66.34 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે ડીઝલ 65.67 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત જોવા મળી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 23 પૈસાની રાહત મળઈ છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 68.84 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.86 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ખાસ રાહત મળી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 25 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 74.47 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.76 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો

પાછલા પાંચ દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં કિંમતમાં આ ઘટાડો યથાવત રહેશે. જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં જેવી રીતે પાછલા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેને પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X