4 જાન્યુઆરીએ ઘટી પેટ્રોલની કિંમત, ડીઝલ પણ સસ્તું થયું
4 જાન્યુઆરીએ ઘટી પેટ્રોલની કિંમત, ડીઝલ પણ સસ્તું થયું
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોથી જાન્યુઆરીએ પણ ઓઈલ કંપનીઓએ મહદઅંશે રાહત આપી છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 65.98 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.24 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળી છે. જો મુંબઈની વાત કરીએ તો અહીં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાની રાહત મળી છે જ્યારે ડીઝલની કિંમતમાં 22 પૈસાની રાહત મળી છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 74.10 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.34 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે. તમિલનાડુના ચેન્નઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 23 પૈસાની રાહત મળી છે. નવી કિંમત લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 71.01 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર જ્યારે ડીઝલ 65.91 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહત મળી છે. 4 જાન્યુઆરી 2019ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 21 પૈસાથી ઘટી છે જ્યારે ડીઝલની કિંમત 22 પૈસા પ્રતિ લીટરે ઘટી છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 68.44 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.44 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
