5 જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી, જાણો આજનો ભાવ

5 જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી, જાણો આજનો ભાવ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલ ઘટાડાએ નાગરિકોને રાહત આપી છે. અમદાવાદમાં પાંચમી જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 65 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમત લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 65.83 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 65.05 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદમાં જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહતના સમાચાર મળ્યા છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રલો 68.29 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.26 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં કિંમત

ચેન્નઈમાં કિંમત

જો ચેન્નઈની વાત કરીએ તો આજે ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ રાહત આપી છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડઝલની કિંમતમાં 19 પૈસાની રાહત મળી છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 70.85 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જયારે ડીઝલ 65.72 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં કિંમત

મુંબઈમાં કિંમત

મુંબઈકરોને આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ રાહત આપી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 73.95 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.14 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X