• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજે પણ સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

|

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે, આજે ફરીવાર ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 75.68 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 75.47 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

જો દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પણ પેટ્રોલ 22 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલ 20 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 78.56 રૂપિયાએ વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 73.16 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. અગાઉ રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 21 પૈસા અને17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં આજે 22 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવિ કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 85.06 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝળ 76.67 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

અગાઉ પણ ઘટ હતી કિંમતો

અગાઉ પણ ઘટ હતી કિંમતો

રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ડીઝલની કિમતોમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતો 21 પૈસા પ્રતિ લીટરે ઘટી હતી અને ડીઝલની કિંમતો 18 પૈસા પ્રતિ લીટરે ઘટી હતી.

આ પણ વાંચો-યુપી: ઉન્નાવમાં ચિપ્સ બનાવતી ફેક્ટરીમાં ભયંકર આગ

More petrol NewsView All

English summary
petrol diesel price dicreased on 5th november too.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more