10 ડિસેમ્બરે પણ પેટ્રોલ સસ્તું થયું, ડીઝલની કિંમત પણ ઘટી
10 ડિસેમ્બરે પણ પેટ્રોલ સસ્તું થયું, ડીઝલની કિંમત પણ ઘટી
અમદાવાદઃ છેલ્લા કેટલાય દિવસથી નાગરિકોને પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી છે. આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 23 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 67.73 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.69 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
જો દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 24 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 70.31 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 64.82 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ રાહત આપી છે. જો મુંબઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 23 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 75.90 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 67.81 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જો ચેન્નઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 23 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમત લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 72.98 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.47 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
