આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો અમદાવાદમાં શું છે કિંમત
ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો અમદાવાદમાં શું છે કિંમત
અમદાવાદઃ સરકારે પાંચ રૂપિયાની રાહત આપ્યા બાદ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો છે. છેલ્લા દિવસમાં જ દોઢ રૂપિયાથી વધુ ભાવ વધી ગયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ભાવ વધરો જોવા મળ્યો. નવી કિંમતો થયા બાદ પેટ્રોલની કિંમતો લીટર દીઠ 79.33 અને ડીઝલની કિંમત 77.99 રૂપિયાની સપાટી પર પહોંચી છે.

દિલ્હીમાં પણ પેટ્રોલની કિંમતોમાં 10 પૈસાનો વધારો નોંધાયો છે અને ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 82.36 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 74.62 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પેટ્રોલની કિંમતોમાં વધારો થયો નહોતો, પરંતુ આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો વધારો નોંધાયો છે.
જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 9 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો થયો છે. નવી કિંમતો લાગ થયા બાદ પેટ્રોલની કિંમત 87.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમતો 78.22 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે બુધવારે ડીઝલની કિંમતોમાં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો, જો કે પેટ્રોલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો જોવા મળ્યો નહોતો.
આ પણ વાંચો- પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીનો ખતરો












Click it and Unblock the Notifications
