શનિવારે પણ પેટ્રોલની કિંમત ઘટી, જાણો આજની કિંમત
શનિવારે પણ પેટ્રોલની કિંમત ઘટી, જાણો આજની કિંમત
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. 3 નવેમ્બરે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો જ્યારે ડીઝલની કિંમતમાં શનિવારે 11 પૈસા ઘટ્યા છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 76.09 અને ડીઝલ 76.86 રૂપિયા પ્રતિ લીટર વહેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં શનિવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. નવી દિલ્હીમાં શનિવારે પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 78.99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.53 રૂપિયા પર વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
જો મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 19 પૈસાનો કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 12 પૈસાની રાહત જોવા મળી છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 84.49 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

શુક્રવારે પણ કિંમતો ઘટી હતી
શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે પેટ્રોલમાં પ્રતિ લીટર દીઠ 19 પૈસાનો જ્યારે ડીઝલમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.18 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું હતું જ્યારે ડીઝલ 84.68 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું હતું.












Click it and Unblock the Notifications
