Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Petrol, Diesel Price Today: આજે ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, છતાં દેશમાં રેકોર્ડ સ્તરે વેચાઈ રહ્યું છે

Petrol, Diesel Price Today: આજે ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, છતાં દેશમાં રેકોર્ડ સ્તરે વેચાઈ રહ્યું છે

Petrol, Diesel Price Today: આજે એટલે કે 30મી મેના રોજ ભારતીયોને પેટ્રોલ અને ડીઝલ પર થોડી રાહત મળી છે. આજે બંને ઈંધણના ભાવમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી અર્થાત કિંમતોમાં શનિવારનું સ્તર યથાવત છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 93.94 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 84.89 રૂપિયા પ્રતિ લીટરના પૂર્વસ્તરે છે. અગાઉ શનિવારે પેટ્રોલની કિંમત 26 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. આ મહિને અત્યાર સુધી ઓઈલ કિંમતોમાં 15 વખત વધારો નોંધાયો છે. છતાં દેશમાં બંને ઈંધણની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નહિ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નહિ

ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન મુજબ મુંબઈમાં એક લીટર પેટ્રોલનો ભાવ 100.19 રૂપિયા જ્યારે એક લીટર ડીઝલની કિંમત 92.17 રૂપિયા છે. દેશમાં જે જગ્યાએ પેટ્રોલની કિંમત સદી લગાવી ચૂકી છે તેમાં મુંબઈ પણ સામેલ થઈ ગયું છે. જ્યારે કોલકતામાં પેટ્રોલ અને ડ઼ીઝલના ભાવ ક્રમશઃ 93.97 રૂપિયા અને 87.74 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 95.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.65 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘા

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘા

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાય શહેરોમાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100ને પાર કરી ચૂકી છે. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સૌથી વધુ વધારો થયો છે. જ્યાં તેના ભાવ ક્રમશઃ 104.94 રૂપિયા પ્રતિ લીટર અને 97.79 રૂપિયા પ્રતિ લીટર છે.

આવી રીતે ચેક કરી શકો પેટ્રોલ ડીઝલના ભાવ

આવી રીતે ચેક કરી શકો પેટ્રોલ ડીઝલના ભાવ

તમે મેસેજ દ્વારા તમારા ફોન પર જ પેટ્રોલ ડીઝલના ભાવ મેળવી શકો છે. આના માટે તમારે ઈન્ડિયન ઓઈલ એસએમએસ સેવા અંતર્ગત મોબાઈલ નંબર 9224992249 પર RSP<�સ્પેસ> પેટ્રોલ પંપનો ડીલર કોડ લખીને મેસેજ મોકલવો પડશે. તમે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને ડીલરનો કોડ જોઈ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X