નાગરિકોને રોવડાવી રહ્યું છે પેટ્રોલ, આજે ફરી વધ્યા ભાવ
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 22 પૈસા અને ડીઝલની કિંમતમાં 30 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 79.23 રૂપિયા અને ડીઝલ 77.45 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગઈ છે. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના આ ભાવને કારણે સામાન્ય નાગરિકોની કમર તૂટી રહી છે.
નવી દિલ્હીમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં23 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.11 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. અગાઉ સોમવારે પણ પેટ્રોલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે.
ત્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવ 23 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 87.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 77.68 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. સોમવારે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલમાં 31 પૈસાનો વધારો થયો હતો, જે બાદ પેટ્રોલની કિંમત 87.50 રૂપિયા અને ડીઝલ 77.37 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે.
આ પણ વાંચો- ભારતની બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહેલ પાકિસ્તાની જાસૂસની ધરપકડ