Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેટ્રોલ અને ડીઝલમાં ના બરાબર થયો ઘટાડો, જાણો આજનો ભાવ

પેટ્રોલ અને ડીઝલમાં ના બરાબર થયો ઘટાડો, જાણો આજનો ભાવ

અમદાવાદઃ સામાન્ય બજેટ રજૂ થયા બાદ પેટ્રોલ અને ડીઝલમાં સેસ ડ્યૂટીના નામે નાગરિકોના માથે 2 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. જો કે છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલમાં ના બરાબર ભાવ ઘટાડો નોંધાઈ રહ્યો છે. 4 ઓગસ્ટે અમદાાદમાં પેટ્રોલમાં 9 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.05 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 69.96 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.99 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલના ભાવ

મુંબઈમાં પેટ્રોલના ભાવ

જો દેશની આર્થિક રાજધાની મુંબઈની વાતકરીએ તો આજે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં ના બરાબર 0.06 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 78.17 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.11 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલના ભાવ

કોલકાતામાં પેટ્રોલના ભાવ

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ બંગાળના કોલકાતાની વાત કરીએ તો કોલકતામાં 4 ઓગસ્ટે પેટ્રોલની કિંમતમાં 9 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.02 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ કોલકાતામાં પેટ્રોલ 75.21 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.17 રૂપિયા પ્રતિ લીટરે વહેચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

જો દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 10 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.06 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 72.52 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.94 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X