Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Petrol Price: બુધવારે વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

Petrol Price: બુધવારે વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

નવી દિલ્હીઃ લૉકડાઉન વચ્ચે દિલ્હી સરકારે લોકોને જબરો ઝાટકો આપ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટ વધારી દીધો છે. સરકારે ઘટતા રાજસ્વને જોતા ફ્યૂલ પર વેટ વધારી દીધો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 1.67 રૂપિયાથી વધારવામાં આવી જ્યારે ડીઝલ 7.10 રૂપિયા પ્રતિ લીટરે મોંઘું થયું. વધતી કિંમતો બાદ આજે દિલ્હીમાં ઓઈલ મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલ 69.39 રૂપિયા પ્રતિ લીટર છે.

દિલ્હીમાં આજથી મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ

દિલ્હીમાં આજથી મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ

દિલ્હી સરકાર દ્વારા વધારવામાં આવેલ વેટ બાદ આજથી દિલ્હીમાં 1 લીટર પેટ્રોલ 71.26 રૂપિયાનું અને ડીઝલ 69.39 રૂપિયામાં મળી રહ્યું છે. દિલ્હી સરકારે પેટ્રોલ પરનો વેટ 27 ટકાથી વધારીને 30 ટકા કરી દીધો છે જ્યારે ડીઝલ પર વેટ 16.75 ટકાથી વધારીને 30 ટકા કરી દીધો છે. સરકારના ફેસલા બાદ દિલ્હીમાં આજથી પેટ્રોલ-ડીઝલ બંને મોંઘા થઈ ગયાં છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 71.26 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

આ રાજ્યો પણ એજ દિશામાં

આ રાજ્યો પણ એજ દિશામાં

માત્ર દિલ્હી જ નહિ બલકે પંજાબ સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ વધારી દીધો છે. પંજાબ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. પંજાબમાં કાલે અડધી રાતથી નવી કિંમતો પ્રભાવી થઈ ગઈ છે. જ્યારે નાગાલેન્ડમાં પેટ્રોલ અને ડીઝલ પર કોવિડ 19 સેસ લગાવવામાં આવ્યો, જેના કારણે ત્યાં પેટ્રોલની કિંમત 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટરે મોંઘું થયું છે. જ્યારે આસામ સરકારે પણ ડીઝલ પર 5 રૂપિયા અને પેટ્રોલ 6 રૂપિયા પ્રતિ લીટરે મોંઘું કરી દીધું છે. વધેલી કિંમતો બાદ મેઘાલયમાં પેટ્રોલ 74.90 રૂપિયા પ્રતિ લીટર, અને ડીઝલ 67.5 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે આસામમાં પેટ્રોલ 77.46 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 70.50 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. નાગાલેન્ડમાં પેટ્રોલ 71.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારી

કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારી

જ્યારે મંગળવારે રાતે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર રોડ સેસના રૂપમાં અતિરિક્ત ઉત્પાદ શુલ્કમાં 8 રૂપિયા પ્રતિ લીટરે વધારો કરી દીધો છે. જેના કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એડિશનલ 2 રૂપિયા અને ડીઝલ પર 5 રૂપિયા વદારી દીધા. જેના પ્રભાવથી પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયાનો વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર આ નવી કિંમતો આજે એટલે કે બુધવારથી લાગૂ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X