મોંઘવારીનો બેવડો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
નવી દિલ્હી, 1 જુલાઇ: મોંઘવારીના દૌરમાં સામાન્ય વ્યક્તિને વધુ એક ઝટકો લાગ્યો છે. તેલ કંપનીઓએ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરી દીધો છે. પેટ્રોલના ભાવમાં 1 રૂપિયા ને 69 પૈસાનો વધારો થઇ ગયો છે. વધેલી કિંમતો સોમવારે મધ્યરાત્રીથી લાગુ કરી દેવાઇ છે. બીજી બાજું ડીઝલની કિંમતમાં પણ 50 પૈસા પ્રતિ લીટરનો વધારો કરી દેવામાં આવ્યો છે.
ઇરાક સંકટના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં થયેલા ઉછાળા બાદ તેલ વિપણન કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં સતત ત્રીજીવાર વધારો કરતા આજે તેના ભાવમાં 1.69 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરી દેવામાં આવ્યો છે. ડીઝલના ભામાં 50 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
ઇંધણનું વેચાણ કરનારી સૌથી મોટી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને અહીં જારી કરેલા નિવેદનમાં ભાવ વધારાની જાહેરાત કરવાની સાથે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખતા પેટ્રોલના ભાવમાં 1.69 રૂપિયાનો પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો છે. દર મહીને ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો કરવાના સરકારના આદેશને પગલે ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.

કંપનીઓએ કહ્યું કે આ પ્રકારે ઘાસતેલ પર 33.07 રૂપિયા પ્રતિ લીટર અને રસોઇ ગેસ પર પ્રતિ સિલિન્ડર 449 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. ઇરાક સંકટને જોતા પેટ્રોલના ભાવમાં વધારાની આશંકા પહેલા જ તોળાઇ રહી હતી. આજે ઓઇલ કંપનીઓએ આની જાહેરાત પણ કરી દીધી. આની પહેલા પણ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનતાની સાથે જ ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો થયો હતો.












Click it and Unblock the Notifications
