For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી વધ્યા પેટ્રોલના ભાવ, બે રૂપિયા સુધીનો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જૂનઃ ફરી એકવાર ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધારી દીધા છે. વધેલી કિંમત શુક્રવારે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઇ ગઇ છે. ગ્લોબલ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઘણો નબળો પડ્યો છે, જેના કારણે ઓલ કંપનીઓએ 1.82 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારી દીધો છે. પેટ્રોલના ભાવમાં વધારઓ ચાલું મહિનામાં ત્રણ વખત થયો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી સપ્તાહે ડીઝલના ભાવ પણ વધશે.

જો કે, માર્ચમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો હતો, પરંતુ આ ઘટાડો લાંબો સમય સુધી રહી શક્યો નહીં. નોંધનીય છે કે જ્યારે 2 માર્ચે પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા હતા, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઘણો હંગામો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે આ વધેલા ભાવોમાં વેટને સામેલ કરવામાં આવ્યો નથી.

petrol-price
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા પાછળ ડોલર સામે રૂપિયો સતત નબળો થવાનું કારણ જણાવવામાં આવ્યું છે. રૂપિયો નબળો હોવાના કારણે ઓઇલ કંપનીઓની કિંમતો પણ વધી છે. તેવામાં કાચા તેલની આયાત પહેલા કરતા મોઘું પડી રહ્યું છે. જેને ઓછું કરવા માટે ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને યોગ્ય વિકલ્પ માની રહ્યાં છે.

આ તમામ બાબતોથી દૂર સામાન્ય માનવી વધેલા ભાવોથી ઘણો પરેશાન છે. તે પોતાનો સારો ગુસ્સો સરકાર અને તેની ખોટી નીતિઓ પર કાઢી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, વધતી મોંઘવારીમાં આમ આદમીની કમર તોડી નાંખી છે. લોકોને સમજાઇ નથી રહ્યું કે બે સમયનો ગુજારો કેવી રીતે કરે?

English summary
Oil firms have increased the price of petrol by Rs 1.82 a litre hike (excluding taxes) as depreciation of the rupee made imports costlier.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X