પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ વધારો, જાણો લેટેસ્ટ રેટ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ વધારો, જાણો લેટેસ્ટ રેટ
આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તગડો વધારો થયો છે. દિલ્હીમાં રવિવારે પેટ્રોલ 18 પૈસા અને ડીઝલ 28 પૈસા મોંઘું થયું છે. દેશભરમાં પેટ્રોલના ભાવમાં 15-17 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલમાં 25-29 પૈસા પ્રતિ લીટર ભાવ વધારો થયો છે. જણાવી દઈએ કે શુક્રવારે ડીઝલની કિંમત 29 પૈસા જ્યારે પેટ્રોલની કિંમત 19 પૈસા વધી હતી.

12 દિવસમાં પેટ્રોલના રેટમાં 3.24 રૂપિયાનો વધારો
મે મહિનામાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ 12 વખત મોંઘું થયું છે. સતત વધી રહેલા ભાવના કારણે માત્ર 12 દિવસમાં જ પેટ્રોલમાં 3.24 અને ડીજલમાં 2.94 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. જો કે કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ચૂકી છે. મહારાષ્ટ્રના નાંદેડમાં પેટ્રોલ 101.54 રૂપિયા પ્રતિ લીટરે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 103.80 રૂપિયા જ્યારે જેસલમેરમાં પેટ્રોલ 100.97 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

આજના પેટ્રોલના ભાવ
- દિલ્હીઃ 93.27 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 99.54 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈઃ 94.91 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતાઃ 93.33 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોરઃ 96.37 રૂપિયા પ્રતિ લીટર
- ભોપાલઃ 101.34 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉઃ 90.89 રૂપિયા પ્રતિ લીટર
- પટનાઃ 95.46 રૂપિયા પ્રતિ લીટર

આજના ડીઝલના ભાવ
- દિલ્હીઃ 84.13 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 91.36 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈઃ 88.92 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતાઃ 86.97 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોરઃ 89.18 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉઃ 94.51 રૂપિયા પ્રતિ લીટર
- પટનાઃ 89.38 રૂપિયા પ્રતિ લીટર












Click it and Unblock the Notifications
