For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઠા સમાચારઃ ફરી વધ્યા પેટ્રોલના ભાવ, 1.40 રૂ.નો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 માર્ચઃ કેન્દ્ર સરકારે બજેટની લોલીપોપ પકડાવીને બીજ જ દિવસે પેટ્રોલના ભાવ વધારી દેવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવોમાં 1.40 રૂપિયાનો વધારો થયો છે, જે આજ રાતથી જ લાગુ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે 15 દિવસ પહેલા જ પેટ્રોલના ભાવ વધ્યા હતા. નવી કિંમતોની ઘોષણા પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોઇલીએ સાંજે કરી છે. પેટ્રોલના ભાવ વધ્યા પછી ચાર મહાનગરોની કિંમત તમે જાણવા ઇચ્છશો. તો લો આ એ છે નવી કિંમત આ પ્રકારની છે.

દિલ્હીમાં 70.46 રૂપિયા પ્રતિ લી.
મુંબઇમાં 77.31 રૂપિયા પ્રતિ લી.
કોલકતા 78.02 રૂપિયા પ્રતિ લી.
ચેન્નાઇ 73.56 રૂપિયા પ્રતિ લી.

petrol-prices
જો હવે આંકડાઓ પર નજર ફેરવીએ તો 15 ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમતમાં 1.90 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 18 જાન્યુઆરીએ 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. આ પહેલા 18 અને 30 ડિસેમ્બરે પેટ્રોલના ભાવ વધ્યા હતા. તેનાથી એ સ્પષ્ટ છેકે હવે દર પંદર દિવસમાં પેટ્રોલના ભાવ વધવા માટે તમારે તૈયાર રહેવું પડશે.

આજે ભાવમાં વધારો થયો તે નવી વાત નથી, કારણ કે કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે ગત કાલે રજૂ કરતી વખતે કહ્યું હતું કે પેટ્રોલના ભાવ જલદીથી વધી શકે છે. જો કે, એક મહત્વની વાત ભાષણમાં કરી હતી કે સોનામાં રોકાણ કરવાનું બંધ કરો, કારણ કે તેનાથી ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે. અર્થશાસ્ત્રીઓ અનુસાર આપણો દેશ સૌથી વધારે તેલ અને સોનું ખરીદે છે બન્નેમાં જ પૈસા ડોલરના રૂપમાં બહાર આવે છે. તેલ આપણી મજબૂરી છે પરંતુ સોનું આપણો શોખ છે. જો અમે આ શોખને ઓછો કરી દઇએ તો, રૂપિયાને નબળું બનતો બચાવી શકાય છે. આમ કરવાથી પેટ્રોલની કિંમતોમાં પણ ઝડપથી વધારો નથી થાય.

English summary
The day after the Union Budget Petrol Prices again have been increased by Rs. 1.40. New prices will come into effect today midnight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X