પેટ્રોલના ભાવમાં 1 રૂપિયો 50 પૈસા ઘટવાની સંભાવના!

સૂત્રોનું કહેવું છે કે ઓઇલ કંપનીયો જો ઇચ્છે તો 2 રૂપિયા પ્રતિ લીટર સુધી ભાવ ઘટાડી શકે છે. જોકે ઓઇલ કંપનીઓ બધો જ લાભ ગ્રાહકોને નહીં આપે. આવામાં તે હાલફિલહાલ 1.50 રૂપિયા સુધીનો ઘટાડો કરે તેવી સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં પડતી આવ્યા બાદ ઓઇલ કંપનીઓ આ નિર્ણય કર્યો છે. ડીઝલની વાત કરીએ તો આ ભાવમાં 50 પૈસાનો વધારો થશે અથવા નહીં થાય તે નક્કી છે. ડીઝલના ભાવ દર મહીને વધારવાના કારણે કંપનીઓનું નુકસાન 9.5 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 4 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.












Click it and Unblock the Notifications
