પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ શકે છે વધારો

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પેટ્રોલ કિંમતોમાં પ્રત્યેક પખવાડિયે સંશોધન કરવામાં આવે છે. જે પ્રમાણે કિંમતોમાં સંશોધન શુક્રવારે થઇ શકે છે. જો પેટ્રોલિયમ મંત્રાલયી મજૂરી મળી જશે તો કિંમત વધારો 1 જૂનથી લાગુ થઇ શકે છે.
ડોલરના મુકાબલે રૂપિયો ઘટીને 56.38-39 પ્રતિ ડોલર સુધી નીચે આવી ગયું છે. માર્ચમાં થયેલા મૂલ્ય સંશોધનની તુલનામાં રૂપિયામાં બે પ્રતિ ડોલરની પડતી આવી છે. જો આવું થાય છે તો પેટ્રોલ કિંમતોમાં ત્રણ માસમાં આ પહેલો ભાવવધારો થશે.
આ પહેલા પેટ્રોલના ભાવ 1 માર્ચના રોજ વધારવામાં આવ્યા હતા. ત્યારબાદથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના પગલે ચાર વખત પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
