પેટ્રોલિયમ મંત્રાલય મતદાન પૂરું થયા બાદ ગેસના ભાવ વધારશે

નવી દિલ્હી, 1 મે : પેટ્રોલિયમ મંત્રાલય લોકસભા ચૂંટણી 2014નું મતદાન પૂરું થાય તે પછી તરત જ ગેસની કિમતોમાં વધારો કરવાનું વિચાર્યું છે. આ અંગેની માહિતી મંત્રાલયના એક અધિકારીએ બુધવારે આપી હતી.

દેશમાં જ ઉત્પાદિત તમામ પ્રકારના પ્રાકૃતિક ગેસના નવા મૂલ્ય ફોર્મ્યુલાને 10 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી. તેને સરકારી ઘોષણાપત્રમાં 17 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવી હતી. જો કે નવી ફોર્મ્યુલા 1 એપ્રિલથી અમલી બને તે પહેલા જ ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ. આથી ચૂંટણી પંચે સરકારને ગેસની કિંમતો ચૂંટણી પૂરી થાય પછી વધારવાનું કહ્યું.

lpg

આથી હવે ચૂંટણી પૂરી થયા બાદ આચાર સંહિતા દૂર થશે કે તરત જ નવી ફોર્મ્યુલા મુજબ ગેસની કિંમતોમાં ભાવ વધારો અમલી બનાવાશે. જો કે આચાર સંહિતા 12 મેના રોજ પૂરી થશે કે 16 મેના રોજ તે અંગે મંત્રાલય ગુંચવણમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X