For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PF એકાઉન્ટ ધારક ધ્યાન આપો, આ ભૂલ ન કરશો, નહિ તો પૈસા ફસાઈ જશે

નોકરી કરતા લોકો માટે પીએફ એકાઉન્ટ ફરજિયાત છે. પીએફ એકાઉન્ટમાં જમા કરાયેલ નાણાં તમારા ભવિષ્યને સુરક્ષિત કરે છે, પરંતુ તમારી નાની ભૂલ તમારા સુરક્ષિત રોકાણને જોખમમાં મૂકી શકે છે.

|
Google Oneindia Gujarati News

નોકરી કરતા લોકો માટે પીએફ એકાઉન્ટ ફરજિયાત છે. પીએફ એકાઉન્ટમાં જમા કરાયેલ નાણાં તમારા ભવિષ્યને સુરક્ષિત કરે છે, પરંતુ તમારી નાની ભૂલ તમારા સુરક્ષિત રોકાણને જોખમમાં મૂકી શકે છે. તમારી નાની ભૂલને લીધે, તમારા પીએફના પૈસા ફસાઈ શકે છે. આ ભૂલોમાંની એક ભૂલ એ કે એક યુએએન નંબર હોવા છતાં બીજો યુએએન નંબર બનાવવો. ઘણા લોકો જ્યારે નોકરી બદલે છે ત્યારે તેમની જૂની ઓફિસનો યુનિવર્સલ એકાઉન્ટ (UAN) નંબર નવી કંપનીમાં નથી આપતા અને નવું પીએફ એકાઉન્ટ ખોલાવે છે. જેના કારણે નવો યુએએન જનરેટ થાય છે. તમને જણાવીએ કે આનાથી શું નુકસાન થાય છે...

આ પણ વાંચો: મિસ્ડ કોલ અને SMS દ્વારા આ રીતે લો PF વિશેની માહિતી, આ છે નંબર

બે યુએએન નંબર હોવાનું નુકસાન

બે યુએએન નંબર હોવાનું નુકસાન

જો બે જુદા જુદા યુએએન નંબર્સ છે, તો તમને તમારા એકાઉન્ટની વિગતો જોવામાં મુશ્કેલી આવી શકે છે. વિવિધ યુએએન હોવાના કારણે, તમે તમારા જૂના પીએફ એકાઉન્ટની ડીટેલ જોઈ શકતા નથી અને તમારું જૂનું ફંડ ફસાયેલું રહી શકે છે. તમે બંને યુએએન નંબર મર્જ નહીં કરો ત્યાં સુધી તમે તેને ટ્રાન્સફર પણ કરી શકતા નથી.

યુએએન નંબર કેવી રીતે મર્જ કરવો

યુએએન નંબર કેવી રીતે મર્જ કરવો

યુએએન નંબર મર્જ કરવાના ઘણા રસ્તાઓ છે. તમે તેને ગમે તે રીતે મર્જ કરી શકો છો. પ્રથમ તે છે કે તમારે તમારી હાલની કંપની સાથે સાથે ઇપીએફઓને પણ જાણ કરવી પડશે. તમે તેને [email protected] પર તમારા જૂના અને નવા યુએએન નંબર બંનેને ભરી મેઈલ કરી શકો છો. ઇપીએફઓ તમારા યુએએન નંબરને વેરીફાઈ કરશે અને જૂના યુએએન નંબરને બ્લોક કરશે અને પછી તમે જૂના ખાતાની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી શકો છો.

આ રીતે પણ કરી શકો છો

આ રીતે પણ કરી શકો છો

જો તમારું પીએફ એકાઉન્ટ અને યુએન એકબીજા સાથે લિંક છે, તો તમે તમે ઇપીએફઓ વેબસાઇટ દ્વારા UAN ને મર્જ કરી શકો છો. આ માટે તમારે એમ્પ્લોયી વન ઇપીએફ એકાઉન્ટ પર ક્લિક કરવું પડશે. તમારે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર, યુએન નંબર અને કંપની આઈડી ભરવા પડશે. ઓ.ટી.પી. ભર્યા પછી, જૂના પીએફ ખાતાની માહિતી ભરવી પડશે. ત્યાં ઇપીએફઓ પોર્ટલને તમારે જૂના પીએફ એકાઉન્ટને ટ્રાન્સફર કરવા રિકવેસ્ટ કરવી પડશે. તમારા ટ્રાન્સફર ક્લેમને વેરીફાઈ કર્યા પછી, તમારે યુએએનને લિંક કરવાની રિકવેસ્ટ કરવી પડશે. ટ્રાન્સફર પ્રક્રિયા પછી, ઇપીએફઓ તમારા અગાઉના યુએએનને બ્લોક કરશે.

English summary
How to merge two UAN Number in one, here is the step
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X