For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને વિશ્વનો સૌથી પાતળો મોબાઇલ લોન્ચ કર્યો

|
Google Oneindia Gujarati News

બીજિંગ, 19 જૂન : ટેકનોલોજી અને ગેજેટ્સપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વિશ્વનો સૌથી પાતળો મોબાઇલ માર્કેટમાં લોન્ચ થઇ ચૂક્યો છે. આ મોબાઇલ યુકે, યુએસએ કે જાપાનની નહીં પણ ચીનની કંપનીએ તૈયાર કર્યો છે. ચીનની કંપની હવાવે દ્વારા એન્ડ્રોઇડ આધારિત એસેન્ડ પી6 નામનો વિશ્વનો સૌથી પાતળો મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની જાડાઇ 6.18 એમએમ એટલે કે 0.24 ઇંચ છે. તેમાં પાંચ મેગાપિક્સલ કેમેરા પણ છે.

વિશ્વનો સૌથી પાતળો મોબાઇલ

વિશ્વનો સૌથી પાતળો મોબાઇલ

ચીનની કંપની હવાવે દ્વારા એન્ડ્રોઇડ આધારિત એસેન્ડ પી6 નામનો વિશ્વનો સૌથી પાતળો મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો છે.

ફોનની જાડાઇ

ફોનની જાડાઇ

ફોનની જાડાઇ 6.18 એમએમ એટલે કે 0.24 ઇંચ છે.

4Gને સપોર્ટ નહીં

4Gને સપોર્ટ નહીં

4Gને સપોર્ટ કરતો નહીં હોવાથી તેના વેચાણને અસર થશે.

ફોનની સ્ક્રીન

ફોનની સ્ક્રીન

આ ફોનની સ્ક્રીન 4.7 ઇંચ પહોળી છે. તે એચટીસી વનની બરાબર છે. પરંતુ તે 0.1 ઇંચ વધારે પાતળો છે.

ફોનનું વજન

ફોનનું વજન

હવાવેના અલ્ટ્રા થિન ફોનનું વજન 120 ગ્રામ છે, જે તેની કેટેગરીના અન્ય ફોનની સરખામણીએ વધારે છે.

કેમેરા

કેમેરા

તેમાં 8 મેગા પિક્સલનો રીયર કેમેરા અને 5 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમ

તે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન 4.2.2 જેલી બીન ધરાવે છે.

ઇન્ટર્નલ મેમરી

ઇન્ટર્નલ મેમરી

તેની ઇન્ટર્નલ મેમરી 8 જીબી છે

એક્સપાન્ડેબલ મેમરી

એક્સપાન્ડેબલ મેમરી

ફોન 32 જીબી સુધીના માઇક્રો એસડી કાર્ડને સપોર્ટ કરે છે.

મોબાઇલ વેચાણમાં ચોથા ક્રમની કંપની

મોબાઇલ વેચાણમાં ચોથા ક્રમની કંપની

હવાવે મોબાઇલ વેચાણમાં વિશ્વભરમાં ચોતા ક્રમે આવે છે. આ બાબતમાં સેમસંગ, આઇફોન અને એલજી બાદ તેનો નંબર આવે છે. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેણે 99 લાખ ફોનનું વેચાણ કર્યું હતું.

આ ફોન મંગળવારે લંડનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીને આશા છે કે આ હેન્ડસેટના માર્કેટમાં આવવાથી દુનિયાભરમાં ધૂમ મચી જશે. આ ફોન અંગે ટેક્નોલોજી વિશ્વેષકોનો દાવે છે કે આ હવાવેનો અત્યાર સુધીનો સૌથી શાનદાર ફોન છે. પરંતુ તે 4Gને સપોર્ટ કરતો નહીં હોવાથી તેના વેચાણને અસર થશે.

આ ફોનની સ્ક્રીન 4.7 ઇંચ પહોળી છે. તે એચટીસી વનની બરાબર છે. પરંતુ તે 0.1 ઇંચ વધારે પાતળો છે. આ સાથે જ તે આઇફોન 5 અને અલ્કાટેલ વન આઇડલ અલ્ટ્રાથી પણ વધારે પાતળો છે. પરંતુ તેનું વજન 120 ગ્રામ છે જે અન્ય ફોનની તુલનામાં વજનદાર છે.

એસેન્ડ પી6માં 8 મેગાપિક્સલ રીયર કેમેરા છે.તેમાં એન્ડ્રોઇડ જેલી બીન 4.2.2 ઓપરિટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ઇન્ટરન્લ મેમરી 8 ગીગાબાઇટ છે. આ સાથે તે 32 જીબી માઇક્રો એસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે.

હવાવે ટેલિકોમ સાધન બનાવનારી ચીનની સૌથી મોટી કંપની છે. તેની સ્થાપના 1987માં કરવામાં આવી હતી. વિશ્વભરના વેચાણના આંકડા જોઇએ તો હવાવે સેમસંગ, એપ્પલ અને એલજી બાદ ચોથા ક્રમે છે. તેણે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં 99 લાખ ફેનનું વેચાણ કર્યું છે.

English summary
Photo : World's thinnest mobile launch in China
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X