For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદીનું નવું સપનું : એક્સેસેબલ ભારત અભિયાન દ્વારા વિકલાંગો માટે સુવિધા વિકસાવો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 14 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર રાષ્ટ્રને સંબોધન દરમિયાન કહેલી પોતાની 'મનની વાત'માં તેમણે સ્પેશિયલી એબલ્ડની સાથે સમય પસાર કરવાની વાત કરી હતી. આ વાતને કારણે સમગ્ર દેશમાં સ્પેશ્યલી એબલ્ડ એટલે કે વિકલાંગો માટે સુવિધા વધારવાના લક્ષ્યને બળ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલાંગો માટે વિશેષ સુવિધા ઉભી કરવાના સપનાને દિશા આપનારો એક પ્રયત્ન 'એક્સેસિબલ ભારત અભિયાન' આવો જ એક પ્રયત્ન છે.

સ્પેશ્યલી એબલ્ડ લોકો માટે કામ કરતી સંસ્થા voiceofsap.comના શોધક પ્રણવ દેસાઇએ લોકસભા ચૂંટણી 2014 દરમિયાન એક ખાસ જુથ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન 'એમ્પાયરિંગ ધ સ્પેશ્યલી એબલ્ડ'નું અભિયાન શરૂ કર્યું હતું. તેમણે નરેન્દ્ર મોદીના વિચારને વધારે સ્પષ્ટ કરતા કહ્યું કે ભારતને સ્પેશ્યલી એબલ્ડ માટે વધારે પહોંચયોગ્ય બનાવવું શા માટે મહત્વનું છે.

પ્રણવ દેસાઇએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ આ વિચારને આવકારીને પોતાના મનની વાતમાં સમાવિષ્ટ પણ કર્યો હતો. આ અંગે પ્રણવ દેસાઇનું શું માનવું છે તે આગળ ક્લિક કરીને જાણો...

1 'એક્સેસિબલ ભારત અભિયાન' શું છે?

1 'એક્સેસિબલ ભારત અભિયાન' શું છે?


ભારતમાં સ્પેશ્યલી એબલ્ડ એટલે કે વિકલાંગો માટે નાને બરાબર સુવિધાઓ છે. તેમના માટે સાનુકૂળ રહે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જરૂરી છે. જેના કારણે તેમને વધારે સ્વાશ્રયી બનાવી શકાશે. જેમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સરકારી ઓફિસો, કોલેજ વગેરે જેવી સંસ્થાઓમાં વિકલાંગો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવી. આ માટે સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવ્યું તેને 'એક્સેસિબલ ભારત અભિયાન' નામ અપાયું છે.

2 વડાપ્રધાનનું શું માનવું છે?

2 વડાપ્રધાનનું શું માનવું છે?


જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનું થયું ત્યારે તેઓ આ બાબત સાથે લાગણીથી જોડાઇ ગયા હતા. તેમણે રેડિયો પર રાષ્ટ્રને સંબોધન દરમિયાન આ વાત ઉઠાવી હતી. અમારા મેનિફેસ્ટોમાં તેને દર્શાવવામાં આવ્યું છે. તેમણે આ માટે રસ દાખવ્યો છે. તેમની અમેરિકા મુલાકાત દરમિયાન પણ આ વાત તેમને જણાવી હતી.

3 નરેન્દ્ર મોદીને સ્પેશ્યલી એબલ્ડની ચિંતા

3 નરેન્દ્ર મોદીને સ્પેશ્યલી એબલ્ડની ચિંતા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માત્ર એવા વડાપ્રધાન છે જેમણે સ્વીકાર્યું છે કે આ સમાજ અને સરકારની જવાબદારી છે. તેને જાહેર સ્થળોએ અદા કરવી જોઇએ. તેમણે તેમની વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવી હતી.

4 આ માટે કોઇ સમય મર્યાદા નક્કી કરી છે?

4 આ માટે કોઇ સમય મર્યાદા નક્કી કરી છે?


આ માટે કોઇ સમય મર્યાદા તો નક્કી નથી કરી પરંતુ અમારો હેતુ લોકોમાં જાગૃતિ ઉભી કરવાનો છે. તેને અંદાજે 5 વર્ષતો લાગશે જ.

English summary
PM Narendra Modi's new dream: Make India accessible for Specially Abled with Accessible Bharat Abhiyan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X