રાહતના સમાચાર: આરબીઆઇ રેપો રેટ નહીં વધારે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા તહેવારની શરૂઆતમાં લોકોને એક મોટી રાહત આપી છે. આરબીઆઇ સમીક્ષા બેઠકમાં રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા તહેવારની શરૂઆતમાં લોકોને એક મોટી રાહત આપી છે. આરબીઆઇ સમીક્ષા બેઠકમાં રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે. આરબીઆઇ ક્રેડિટ પોલિસીમાં રિઝર્વ બેંક ઘ્વારા રેપો રેટ નથી વધારવામાં આવ્યો. આરબીઆઇ ઘ્વારા રેપો રેટ 6.50 ટકા જાળવી રાખવામાં આવ્યો છે, જયારે રિવાઇઝ રેપો રેટ 6.25 ટકા છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નીતિગત દરોમાં કોઈ પણ બદલાવ નહીં કરવામાં આવે, જયારે ઈન્ફ્લેશન રેટ પણ 4 ટકા જેટલો જ રહેશે.

rbi

આરબીઆઇ ઘ્વારા વિત્તીય વર્ષ 2019 દરમિયાન જીડીપી ગ્રોથ 7.4 ટકા રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક સમીક્ષા બેઠક પહેલા આ વાતની સંભાવના ખુબ જ વધારે હતી કે આરબીઆઇ રેપો રેટમાં વધારો કરી શકે છે, જેથી મોંઘવારીને કાબુમાં લઇ શકાય. પરંતુ આરબીઆઇ ઘ્વારા લોકોને રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો: SBIના ગ્રાહકો માટે ખાસ ખબર, હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો

બેઠકમાં આરબીઆઇ ઘ્વારા મોંઘવારી 4 ટકા રાખવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે મોંઘવારી બેન્કના લક્ષ્ય કરતા ઉપર રહી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલાની બે સમીક્ષા બેઠકોમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો હતો. છેલ્લી વખતે કરવામાં આવેલા વધારા સાથે હાલમાં રેપો રેટ 6.5 ટકા જેટલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X