RBI ગવર્નરની PCથી રોકાણકારોને ઉમ્મીદ, સેંસેક્સે લાંબી છલાંગ લગાવી

RBI ગવર્નરની PCથી રોકાણકારોને ઉમ્મીદ, સેંસેક્સે લાંબી છલાંગ લગાવી

કોરોના સંકટ વચ્ચે ભારતીય રિઝરવ્ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે. આ કારણે ભારતીય શેર બજારે જબરદસ્ત છલાંગ લગાવી છે. શરૂઆતીકારોબારમાં સેંસેક્સ 1000 અંક મજબૂત થઈ 31 હજાર 500 અંકને પાર કારોબાર કરી રહ્યા હતા જ્યારે નિફ્ટી 250 અંકની મજબૂતી સાથે 9300 અંક સુધી પહોંચી ગયો.

sensex

શું છે કારણ

જણાવી દઈએ કે આરબીઆઈ ગવર્નરની પ્રેસ કોન્ફ્રેન્સથી રોકાણકારોને મોટા એલાનની ઉમ્મીદ છે. લૉકડાઉનમાં આ બીજીવાર છે જ્યારે શક્તિકાંત દાસ મીડિયા સાથે વાત કરી રહ્યા છે. અગાઉ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે 27 માર્ચે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે રેપો રેટમાં 0.75 ટકાની ભારે કટૌતીનુ એલાન કર્યું હતું.

આ અઠવાડિયે બજારના હાલ

આ અઠવાડિયે શેર બજારમાં ભારે ઉતાર-ચઢાવ રહ્યો. ગુરુવારે સેંસેક્સ 222.80 અંક અથવા 0.73 ટકાની તેજી સાે 30602.61 અંક પર રહ્યો. જ્યારે નિફ્ટી 67.50 અંક અથવા 0.76 ટકાની તેજી સાથે 8992.80 અંક પર બંધ થયો.

બુધવારે સેંસેક્સ દિવસના કારોબાર દરમિયાન 1346 અંકના વિસ્તાર ઉપર નીે થયા બાદ અંતે 310 અંક અથવા 1.01 ટકાના નુકસાન સાથે 30379 અંક પર બંધ થયો. આવી રીતે નિફ્ટી 68.55 અંક અથવા 0.76 ટકાા નુકસાન સાથે 8925.30 અંક પર બંધ થયો.

જ્યારે મંગળવારે એટલે કે 14 એપ્રિલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિના અવસર પર નાણાકીય બજાર બંધ હતા. આ કારણે શેર બજારમાં કોઈ કારોબાર થયો નહોતો.

અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે સેંસેક્સ 469.60 અંકની ગિરાવટ સાથે 30690.02 અંક પર બંધ થયો. આવી રીતે નિફ્ટી 118.05 અંક ગગડીને 8993.85 અંક પર બંધ થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X