For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર્સમાં ડીલિંગ માટે પાવર ઓફ એટર્ની : શા માટે ચેતવાની જરૂર?

|
Google Oneindia Gujarati News

જ્યારે આપ પાવર ઓફ એટર્ની હોલ્ડરને પાવર ઓફ એટર્ની આપો છો, ત્યારે આપ વાસ્તવમાં આપ તે વ્યક્તિને આપના વતી કોઇ કાયદેસર કામ કરવા અથવા શેરનું ખરીદ કે વેચાણ કરવાની મંજુરી આપો છો. આ વિચાર સારો છે. કારણ કે આપ જ્યારે આપનું એકાઉન્ટનું ધ્યાન રાખવા સક્ષમ ના હોવ ત્યારે આપ પાવર ઓફ એટર્નીની મદદથી તેને ઓપરેટ કરી શકો છો. જો કે આ બાબતમાં કેટલીક સાવધાની રાખવાની જરૂર પણ છે.

અહીં અમે આપને શું બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે જણાવી રહ્યા છીએ...

documents-1

1. આપે કોન્ટ્રાક્ટ નોટ સહિતની તમામ માહિતી મેળવી છે તેની ખાતરી કરો
આપે આપના એકાઉન્ટ પર સતત નજર રાખવી જરૂરી છે. આજ કાલ બ્રોકર્સ દરરોજ કોન્ટ્રાક્ટ નોટ મોકલતા હોય છે. જેમાં શેરની ખરીદી અને વેચાણ અંગેનો ઉલ્લેખ કરેલો હોય છે. આ દ્વારા આપને ખબર પડે છે કે પાવર ઓફ એટર્ની હોલ્ડર આપના એકાઉન્ટમાં શું કરી રહી છે. આ ઉપરાંત આપે હોલ્ડિંગ સ્ટેટમેન્ટ પણ માંગવું જોઇએ. જેની મદદથી આપની પાસે કયા શેર્સ હોલ્ડ થયેલા છે તે જાણી શકાય છે.

2. બેંક અને ડીમેટ એકાઉન્ટ સ્ટેટસની સમીક્ષા કરો
આપના ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટની સંભાળ રાખો. તેમાં કોઇ ગેરરીતી થાય તો તરત તે ચકાસો. તેના કારણે આપ પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસે તરત જવાબ માંગી શકશો.

3. બ્રોકર પાસે મેટર લઇ જાવ
જો કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો સૌ પ્રથમ તેને પાવર ઓફ એટર્ની હોલ્ડર સાથે ચર્ચા કરો અને જરૂર પડે તો બ્રોકર પાસે લઇ જાવ.

4. પીઓએ હોલ્ડર કાયમ ખોટા હોતા નથી
શેર્સમાં નાણા બનાવવાની કોઇ ફિક્સ ફોર્મ્યુલા નથી. જો પીઓએ હોલ્ડર્સે કેટલાક શેર્સ ખરીદ્યા, કારણ કે તેને કંપની અને ફંડામેન્ટલ્સ પસંદ આવ્યા અને આપને પસંદ ના આવ્યા. તેનો અર્થ એ નથી કે તેણે આપના હિતની બહાર કામ કર્યું છે.

અન્ય શું યાદ રાખશો?
a. કેટલા સમય માટે પીઓએ?

જો આપને શંકા જાય તો આપ ગમે ત્યારે પીઓએ પાસેથી પાવર ઓફ એટર્ની પાછી લઇ શકો છો. કાયદામાં આ માટેની કોઇ સમય મર્યાદા નક્કી કરી નથી. આપ પાવર ઓફ એટર્નીમાં રાઇટ ટુ કેન્સલનો ઉલ્લેખ પણ કરી શકો છો.

b. એકાઉન્ટ માત્ર પીઓએ હોલ્ડર જ ઓપરેટ કરી શકે?
પીઓએ કર્યા બાદ એકાઉન્ટ માત્ર પીઓએ હોલ્ડર જ ઓપરેટ કરી શકે તેવું હોતું નથી. આપ પણ એકાઉન્ટ ઓપરેટ કરી શકો છે. આ માટેનો ઉલ્લેખ પીઓએમાં કરવો હિતાવહ છે.

C. પીઓએ હોલ્ડરનું જ્ઞાન ચકાસો
પીઓએ કરતા પહેલા પીઓએ હોલ્ડરનું જ્ઞાન ચકાસવું જરૂરી છે. કારણ કે જો તેમને પુરતું જ્ઞાન નહીં હોય તો તે નુકસાન કરી શકે છે. આપે પીઓએ સેબીમાં રજિસ્ટર્ડ બ્રોકર કે ટ્રેડિંગ મેમ્બરને આપવું જોઇએ.

English summary
Power of Attorney for Dealing in Shares: Why You Need to be Cautious?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X