પ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં 10 લાખ લોકોને નોકરી મળશે
સરકાર જોડે કામ કરવું હોય તો વાંચી જુઓ આ મહત્વના સમાચાર
મોદી સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી વીમા ક્ષેત્રમાં 10 લાખ લોકોને રોજગારીનો અવસર આપવામાં આવશે. રિપોર્ટ મુજબ પ્રધાનમંતરી જન આરોગ્ય યોજનાના મુખ્ય કાર્યપાલક અધિકારીએ ઉદ્યોગ મંડળ એસોચેમના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે યોજનાથી સાર્વજનિક અને ખાનગી બંને ક્ષેત્રોમાં સ્વાસ્થ્યની ગુણવત્તા સુધરશે. આ યોજનાથી મોટા પાયે રોજગારીનો અવસર ઉભો થશે. જે અંતર્ગત સ્વાસ્થ્ય અને વીમા ક્ષેત્રમાં 10 લાખ રોજગારીનું સર્જન થશે.

60 ટકા વિત્ત પોષણ કેન્દ્ર
અધિકારીઓ મુજબ ભારતમાં સ્વાસ્થ્ય પર ખર્ચ અન્ય અર્થવ્યવસ્થાઓને મુકાબલે વધુ છે. એમણે કહ્યું કે સ્વાસ્થ્ય પર ક્ષમતાથી વધુ ખર્ચના કારણે દેશના 6 કરોડ લોકો ગરીબીમાં સપડાઈ જાય છે. PMJAY અંતર્ગત 10.7 કરોડથી વધુ ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમા કવર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે 60 ટકા નાણા પોષણ કેન્દ્ર સરકારથી અને બાકી રાજ્યોથી મળશે.

જન આરોગ્ય યોજના વિશે મુખ્ય વાતો
- આ પાંચ લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઈન્સ્યોરન્સ આપતી સૌથી મોટી યોજના છે.
- આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ફંડિંગ કરશે.
- આ યોજનાનો લાભ 10 કરોડથી વધુ પરિવાર એટલે કે 50 કરોડથી વધુ લોકોને મળશે.
- અત્યાર સુધીમાં આ યોજનાથી 13 હજારથી વધુ હોસ્પિટલ જોડાઈ ચૂક્યાં છે.
- 5 લાખ સુધીના ખર્ચમાં હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત જરૂરી તપાસ, દવાઈ, દાખલ થતા પહેલાનો ખર્ચ અને સારવાર થઈ જાય ત્યા સુધીનો ખર્ચ સામેલ છે.
- આ યોજનાનો લાભ 30 રાજ્યના 443 જિલ્લાને મળશે. 86 ટકા ગ્રામીણ પરિવારોનું હેલ્થ ઈંસ્યોરન્સ નથી.
- આ યોજનાનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ પણ જરૂરી નથી.
- ઓળખના રૂપે આધાર કાર્ડ, વોટર આઈડી કે રાશન કાર્ડ આપી શકો છો.
- વીમા યોજના સાથે જોડાયેલ તમામ હોસ્પિટલમાં લોકોની મદદ માટે એક આયુષ્માન મિત્ર હશે.

યાદીમાં આવી રીતે તમારું નામ શોધો
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થિઓની સૂચીમાં તમારું નામ શોધવા માટે તમારે mera.pmjay.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. અહિ મોબાઈલ નંબરવાળા ફોર્મમાં તમારો નંબર નાખી દો. નીચેના ફોર્મમાં ઉપર લખેલ એક કેપ્ચા નાખો અને બાદમાં સૌથી નીચે જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરો.
ઓટીપી નાખ્યાના તુરંત બાદ એક પેજ ખુલશે જ્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. જે બાદ નીચે તમારું નામ, રાશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા RSBY URN સિલેક્ટ કરો અને તેની ડિટેલ ભરો. જે બાદ સર્ચ બટન પર ક્લિક કરો. જો તમારું નામ યાદીમાં હશે તો નીચે આવી જશે.

યાદીમાં તમારું નામ શોધવાની બીજી રીત
યાદીમાં તમારું નામ શોધવા માટે બીજો વિકલ્પ છે હેલ્પલાઈન નંબર. તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થિઓની યાદીમાં તમારું નામ જાણવા માટે હેલ્પલાઈન નંબર 14555 પર કૉલ પણ કરી શકો છો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
