PMUY: Free Gas Connection અપાવતી મોદી સરકારની યોજના
કેન્દ્ર સરકારે પહેલી મે 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાંથી પછાત પરિવારોની મહિલાઓ પ્રધાનમંત્રી ઉજ્વજલા યોજના લૉન્ચ કરી હતી.
કેન્દ્ર સરકારે પહેલી મે 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાંથી પછાત પરિવારોની મહિલાઓ પ્રધાનમંત્રી ઉજ્વજલા યોજના લૉન્ચ કરી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે PMUY અંતર્ગત કેન્દ્ર સરકાર ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવારોને એલપીજી ગેસ કનેક્શન આપે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં રસોઈ બનાવવા માટે પરંપરાગત રીતે લાકડા અને છાણાનો ઉપયોગ થાય છે. તેમાંથી નીકળતો ધૂમાડો મહિલાઓના આરોગ્ય માટે હાનિકારક છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને કારણે આવી મહિલાઓને રાહત મળે છે.

આ રીતે મળે છે PMUYનો લાભ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં 2011ની વસતી ગણતરી પ્રમાણે જે પરિવારો BPL કેટેગરીમાં આવે છે તેને લાભ મળે છે. આ યોજના પ્રમાણે કુલ 8 કરોડ BPL પરિવારોને મફથમાં એલપીજી ગેસ કનેક્શનન આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો હેલ્પલાઈન નંબર
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો હેલ્પલાઈન નંબર 1906 છે. આ નંબર પર તમે 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરીને યોજના અંગેની માહિતી મેળવી શકો છો.
કોને કોને મળી શકે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ
- જે વ્યક્તિ કે અરજી કરનારનું નામ SECC-2011ના આંકડામાં હોવું જોઈએ
- અરજી કરનાર વ્યક્તિ મહિલા હોવી જોઈએ, જેની ઉંમર 18 વર્ષથી ઉપર હોય
- મહિલા બીપીએલ પરિવારની જ હોવી જોઈએ
- મહિલાનું બચક ખાતું કોઈ એક રાષ્ટ્રીય બેન્કમાં હોવું જરૂરી છે.
- અરજી કરનારના ઘરમાં પહેલાથી કોઈ એલપીજી ગેસ કનેક્શન ન હોવું જોઈએ
- અરજી કરનાર પાસે બીપીએલ કાર્ડ અને બીપીએલ રેશનિંગ કાર્ડ હોવું જરૂરી છે.
1,600 રૂપિયાની સહાય પણ મળશે
મોદી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં દરેક બીપીએલ પરિવારને નાણાકીય સહાય અંતર્ગત 1,600 રૂપિયાની આર્થિક સહાય પણ મળે છે. આ રકમ એલપીજી ગેસ કનેક્શન ખરીદવા માટે અપાય છે. આ સાથે જ ગેસનો ચૂલો ખરીદવા અને પહેલીવાર ગેસ સિલિન્ડરનો ખર્ચ પણ સરકાર ઉઠાવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રમાણે વધુ માહિતી મેળવવા માટે મંત્રાલયની આ વેબસાઈટ ચેક કરી શકો છો. http://www.petroleum.nic.in/sites/default/files/pmuy.pdf અથવા અહીં ચેક કરો http://www.pmujjwalayojana.com/












Click it and Unblock the Notifications
