6 રૂપિયા પેટ્રોલ થયું મોંઘુ અને લોકોને ખબર પણ ના પડી!

Posted By:
Subscribe to Oneindia News

સરકારના નવા નિયમ મુજબ હવે રોજ રોજ ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો અને ઘટાડો કરવામાં આવે છે. સાથે જ સરકારે તેવો દાવો કર્યો હતો કે આમ દરરોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવાથી ગ્રાહકોને જ ફાયદો થશે. પણ હાલ જે રીતે ભાવમાં વધારો થયો છે તે જાતો તેવું બિલકુલ પણ નથી લાગી રહ્યું કે તેનાથી ગ્રાહકોને કોઇ ફાયદો થઇ રહ્યો હોય! લગભગ ગત બે મહિનામાં પેટ્રોલની કિંમતોએ અનેક રેકોર્ડ તોડ્યા. જે બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતો જે ગ્રાહકો જોડેથી લેવામાં આવી છે તે ખરેખરમાં ચોંકવનારી છે.

petrol

રોજ પેટ્રોલના ભાવમાં ફેરફાર થવાના કારણે શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમત 6 રૂપિયા વધી ગઇ છે. જે ગત ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. હાલ પેટ્રોલની કિંમત 69.6 રૂપિયા છે. જ્યારે પહેલી ઓગસ્ટ 2014માં પેટ્રોલની કિંમત 70.33 રૂપિયા હતી. અને 2 જુલાઇથી પેટ્રોલની કિંમત 63.06 રૂપિયા હતી જે હવે 6 રૂપિયા વધીને 69.06 રૂપિયા થઇ ગઇ છે.

ડિઝલ પણ 3.67 રૂપિયા વધ્યું!

જુલાઇથી લઇને અત્યાર સુધીમાં ડિઝલની કિંમતોમાં પણ 3.67 રૂપિયાનો વધારે જોવા મળ્યો છે. હાલના સમયમાં દિલ્હીમાં ડિઝલના ભાવ 57.03 રૂપિયા પ્રતિ લીટર છે. જે ગત 4 મહિનામાં સૌથી વધુ છે. 2 જુલાઇના રોજ ડિઝલની કિંમત 53.36 રૂપિયા હતી. જે હવે વધીને 57.03 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. નોંધનીય છે કે સરકાર દ્વારા 16 જૂનથી રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવની સમીક્ષા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પછી હવે તેના ભાવમાં આટલો બધો વધારો જોવા મળી રહ્યો છે.

English summary
Prices of petrol gone up by 6 rupees, highest in three years. Read here with more details here.
Please Wait while comments are loading...