For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણ બાદ રોકડી કરાવતા ડાયવર્સિફાઇડ ઇક્વિટી ફંડ

|
Google Oneindia Gujarati News

આપ પોતાની બચતને રોકવા માંગો છો જેથી ભવિષ્યમાં આપને તેમાંથી નફો મેળવી શકાય તો રોકાણના અનેક વિકલ્પો પૈકી એક વિકલ્પ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ છે. ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ એવા ફંડ છે જે એક નહીં પણ અનેક ક્ષેત્રો (સેક્ટર)માં રોકાણ કરે છે. આ સેક્ટર માટેના ફંડની જેમ ચોક્કસ ક્ષેત્રમાં રોકાણ કરવાને બદલે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે.

આમ થવાને કારણે રોકાણ પર નફો મળવાની શક્યતા વધે છે અને નુકસાન થવાની શક્યતા ઘટે છે. કારણ કે તમારા પૈસા કોઇ એક ક્ષેત્રમાં રોકાયેલા નથી. અમે અહીં એવા ચાર ડાયવર્સિફાઇડ ઇક્વિટી ફંડ રજૂ કરી રહ્યા છીએ જેમાં રોકાણ કરવું ફાયદાકારક નીવડી શકે છે. આમ છતાં રોકાણકારોએ મનમાં એક વાત યાદ રાખવી જોઇએ કે આ રોકાણમાં જોખમ ઊંચું છે. કારણ કે તેનો મોટા ભાગનો હિસ્સો શેર બજારમાં રોકવામાં આવેલો હોય છે.

આવો કરીએ નજર રોકડી કરાવતા ઇક્વિટી ફંડ્સ પર...

એક્સિસ ઇક્વિટી ફંડ

એક્સિસ ઇક્વિટી ફંડ


આ ક્ષેત્રમાં બેસ્ટ કહી શકાય તેવો પોર્ટફોલિયો એક્સિસ ઇક્વિટી ફંડ છે. આ ફંડ પાસે ઇન્ફોસિસ, મારુતિ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતી એરટેલ અને આઇટીસી જેવા શેર્સમાં રોકાણ કરેલું છે. છેલ્લા એક વર્ષમાં તેણે 38 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. વેલ્યુ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને તેને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે.

એચડીએફસી બેલેન્સ્ડ ફંડ

એચડીએફસી બેલેન્સ્ડ ફંડ


છેલ્લા એક વર્ષમાં એચડીએફસી બેલેન્સ્ડ ફંડે 50 ટકાનું રિટર્ન આપ્યું છે. તેણે એક્સિસ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ઔરોબિંદો ફાર્મા, સ્ટેટ બેંક અને યુનિયન બેંક જેવા પોર્ટફોલિયોમાં રોકાણ કરી રાખ્યું છે. આ તમામ બ્લ્યુચિપ સ્ટોક્સ છે, જે માર્કેટમાં તેજી આવતા જ સારો નફો કરાવી આપે છે.

બિરલા સન લાઇફ ટોપ 100 ફંડ

બિરલા સન લાઇફ ટોપ 100 ફંડ


બિરલા સન લાઇફ ટોપ 100 ફંડને વેલ્યુ રિસર્ચ ઓનલાઇન દ્વારા 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ ઇક્વિટી ફંડ પણ બ્લ્યુચિપ શેર્સમાં રોકાણ કરે છે. આ ફંડ ઓક્ટોબર 2005માં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધીમાં તેણે 16 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.

ક્વૉન્ટમ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ

ક્વૉન્ટમ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ


ક્વૉન્ટમ લોંગ ટર્મ ઇક્વિટી ફંડને વેલ્યુ રિસર્ચ દ્વારા 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફંડે એચડીએફસી, બજાજ ઓટો, એસીસી, ઇન્ફોસિસ અને હિરો મોટો કોર્પ જેવી સ્ક્રિપ્ટ્સમાં રોકાણ કર્યું છે.

English summary
Diversified equity funds are funds that invest a bulk of the scheme proceeds across various sectors. Here are 4 diversified equity funds that could be good bet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X